Home »Gujarat »Junagadh Jilla »Bhesan» ભેંસાણનાં સરદારપુર ગામે ક્રિકેટ રમવા મુદ્દે મારામારી

ભેંસાણનાં સરદારપુર ગામે ક્રિકેટ રમવા મુદ્દે મારામારી

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:50 AM IST

  • ભેંસાણનાં સરદારપુર ગામે ક્રિકેટ રમવા મુદ્દે મારામારી,  bhesan news in gujarati
ભેંસાણનાંસરદારપુરમાં ક્રિકેટ બાબતે મારામારી થઈ હતી. સરદારપુર ગામે ક્રિકેટ મુદ્દે 12 શખ્સોએ હુમલો કર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સંજય ઓઘડભાઇ સેંગલીયા નાં ભાઇ સુરજ તથા ભાવેશ રાજુને અગાઉ ક્રિકેટ રમવાની કીટ તોડી નાંખવા બાબતે બોલાચાલી થયેલ જેનું મનદુ:ખ રાખી રાજુ ભુરા, ભાવેશ રાજુ, મોહીત ધીરૂ, લાલા બટુક, સુભાષ ગીગા, મનીષ દાના, હરેશ કાના, મનવીર ધીરૂ, વીભા માનસુર, ધીરૂ આલા, ગીગા માનસુરે તલવાર, પાઇપ , લાકડીથી હુમલો કરીને સંજયભાઇ , સુરજ સહિતને ઇજા પહોંચાડી હતી.

જયારે સામા પક્ષે વીભાભાઇ માનસુરભાઇ છૈયાએ ઓઘડ મેશુર, સંજય ઓઘડ, સુરજ ઓઘડ, પુના મેસુર વિરૂધ્ધ પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.

બંને પક્ષોની ફરિયાદ લઇ પીએસઆઇ ગઢવીએ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભેંસાણ પોલીસ વધુ આગળની તપાસ હાથ ધરી છે.

(Junagadh Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભેંસાણનાં સરદારપુર ગામે ક્રિકેટ રમવા મુદ્દે મારામારી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended