Home »Gujarat »Bhuj »Bhachu» નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ઉડાવતાં 4નાં મોત, 4 ગંભીર

નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ઉડાવતાં 4નાં મોત, 4 ગંભીર

DivyaBhaskar News Network | Mar 19, 2017, 04:35 AM IST

  • નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ઉડાવતાં 4નાં મોત, 4 ગંભીર,  bhachu news in gujarati
ભચાઉથીગાંધીધામ આવતાં માર્ગ પર શનિવારે બપોરે ભાગતા કાળમુખા ટ્રેઇલરે આગળ જતા છકડાને ઉડાવી મુક્યો હતો જેના કારણે 4 લોકોના મોત થયા હતા જ્યારે 4 લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને પ્રથમ ભચાઉ અને બાદમાં મારતા વાહને ભુજ ખસેડવામાં આવ્યા હતા.

ભચાઉથી ગાંધીધામ તરફ જઇ રહેલા છકડાને પાછળથી આવેલા ટ્રેઇલર ચાલકે ઠોકર મારતાં છકડામાં સવાર 8 પેસેન્જરો પૈકી હનિફ સુલેમાન છરેચા (ઉ.-22, રહે. ખારીરોહર) તથા રામસ્વરૂપ શ્રવણ ગુજ્જર ત્યાંને ત્યાં કાળનો કોળીયો બની ગયા હતા. અકસ્માતના પગલે આખા માર્ગ પર પેસેન્જરો પડ્યા હોઇ ટ્રાફિક અટવાઇ ગયો હતો. ઘાયલોને પ્રથમ ભચાઉ લઇ જવામાં આવ્યા હતા જ્યાં દરેકની હાલત ગંભીર હોવાથી ભુજ ખસેડાયા હતા. ભચાઉ ખાતે સાકીરહુશેન ગફુર મોહતે જીંદગી ગુમાવી હતી. જ્યારે ભચુભાઇ રાયધણ કોલીએ ભુજ જતાં રસ્તામાં જીવ ગુમાવ્યો હતો.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ઉડાવતાં 4નાં મોત, 4 ગંભીર
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended