Home »Gujarat »Bhuj »Bhachu» ડામર પ્લાન્ટમાંથી ટાઇલ્સના જથ્થા સાથે 1ની અટક

ડામર પ્લાન્ટમાંથી ટાઇલ્સના જથ્થા સાથે 1ની અટક

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • ડામર પ્લાન્ટમાંથી ટાઇલ્સના જથ્થા સાથે 1ની અટક,  bhachu news in gujarati
એસ.ઓ.જી.દ્વારા બાતમીના આધારે ભચાઉ તાલુકાના કટારિયા ખાતેથી શંકાસ્પદ હાલતમાં આધાર-પુરાવા વિનાના ટાઇલ્સના 65 ખોખા (કિં.13000) સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

લાકડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, કટારિયાના અબ્બાસભાઇના બંધ પડેલા ડામર પ્લાન્ટમાં શંકાસ્પદ હાલતમાં કશો જથ્થો ઉતારી છૂપાવવામાં આવેલો છે, આથી પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં પ્લાન્ટના પાકા મકાનની ભીંતને અડીને તાલપત્રીથી ઢાંકી રખાયેલા 65 જેટલા બ્લ્યૂ અને સફેદ ખોખા મળી આવેલા હતા, જેમાં એક-

...અનુસંધાનપાના નં.6

એકખોખામાં 8 ટાઇલ્સ હતી. એક ખોખાની કિંમત 200 ગણતા જથ્થાની કુલ કિંમત 13000 જેટલી અંદાજવામાં આવી હતી. કંપનીના નામ સહિતના ખોખા સાથે પોલીસે સ્થળ પર મળી આવેલા આરોપી કાદર દાઉન મુલા (ઉ.50) મળી આવ્યો હતો, જેની અટક કરવામાં આવી હતી. શખ્સ જથ્થા સંબંધે કોઇ આધાર-પુરાવો રજૂ કરી શક્યો નહોતો. આથી, ટીમે તેની અટક કરી લીધી હતી અને આગળની તપાસ માટે તેને લાકડિયા પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. કાર્યર્વાહીમાં એસ.ઓ.જી. પીઆઇ આશિષ પંડ્યા, ફોજદાર એસ.બી. ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં પણ હાલ બેનંબરી રીતે ટાઇલ્સ બિન્ધાસ્ત મળી રહી છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ડામર પ્લાન્ટમાંથી ટાઇલ્સના જથ્થા સાથે 1ની અટક
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended