Home »Gujarat »Bhuj »Bhachu» ભચાઉ ઓવરબ્રીજ ઉતરતાં ચોખા ભરેલી ટ્રકે પલટી મારી

ભચાઉ ઓવરબ્રીજ ઉતરતાં ચોખા ભરેલી ટ્રકે પલટી મારી

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • ભચાઉ ઓવરબ્રીજ ઉતરતાં ચોખા ભરેલી ટ્રકે પલટી મારી,  bhachu news in gujarati
કચ્છનાપ્રવેશદ્વાર ભચાઉ પાસે ગાંધીધામ તરફ જતા માર્ગે બ્રીજ ઉતરતાં ઢોળાવ આવે છે, જેના પર મોટા ભારવાહક વાહનો ખેંચાતા હોવાથી અગાઉ પણ અહીં અકસ્માતો થઇ ચૂક્યા છે, ત્યારે ગુરૂવારે વધુ એક અકસ્માતમાં હરિયાણાથી ચોખા ભરીને આવતી ટ્રકે પણ ઢોળાવ પર પલટી ખાધી હતી.

હરિયાણાથી ચોખા ભરી કંડલા આવી રહેલી ટ્રક નં. જીજે-12-એઝેડ-4018એ ભચાઉનો બ્રીજ પાર કર્યા પછી નીચે ઉતરતાં ત્યાં માર્ગ બેદરકારીના કારણે ઢોળાવ જેવો બન્યો છે, જેના કારણે ટ્રક એક સાઇડમાં ખેંચાતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પાણીના વહેળામાં જઇ પલટી મારી ગઇ હતી. જોકે, અકસ્માતમાં ચાલક-ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પણ જો ટ્રક પલટી મારી ગઇ હોત, તો તેનાથી સ્હેજ આગળ વસાહતમાં પહોંચી હોત, તો ભારે અનર્થ સર્જાઇ જવાની શક્યતાઓ હતી. સદભાગ્યે ટ્રક પાણીના વહેણમાં રહી જતાં મોટી ઘટના અટકી હતી. અગાઉ પણ અહીં એક ટ્રક સાઇડમાં ઉતરી રબારી પરિવારના ઘર સાથે અથડાઇ હતી, જેમાં સભ્યોનો બચાવ થયો હતો.

વિચિત્ર ઢોળાવમાં ભારે ગાડીઓ ખેંચાઇ જતાં અકસ્માત થાય છે

માર્ગ બનાવવાની ભૂલથી અકસ્માતોની પરંપરા ચાલી છે

રોડસાઇડમાં ચોખા ભરેલી ટ્રકની પલટી

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભચાઉ ઓવરબ્રીજ ઉતરતાં ચોખા ભરેલી ટ્રકે પલટી મારી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended