Home »Gujarat »Bhuj »Bhachu» દુધઇ પાસે થયેલા અકસ્માતમાં બાઇકસવારનું મોત

દુધઇ પાસે થયેલા અકસ્માતમાં બાઇકસવારનું મોત

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:40 AM IST

  • દુધઇ પાસે થયેલા અકસ્માતમાં બાઇકસવારનું મોત,  bhachu news in gujarati
અંજારનાદુધઇ પાવર સ્ટેશન રોડ ફરી જીવલેણ અકસ્માતના કારણે રક્તરંજીત બન્યો હતો. સોમવારે બપોરે પોણા ચાર વાગ્યે ભચાઉથી આવતી કારે બાઇકસવારને ફંગોળતાં મુળ દુધઇમાં રહેતા શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતું. અંજારના દુધઇ ગામે રહેતા અને મુળ જવાહરનગરના વાલજી સવા ગાંગલ (આહિર) બપોરે પોણા ચાર વાગ્યે જવાહરનગરથી દુધઇ આવી રહ્યા હતા, તે દરમિયાન સોમવારે બપોરે પોણા ચાર વાગ્યે દુધઇ 220 કેવી પાવશ સ્ટેશન પાસે ભચાઉથી આવતી જીજે-18-બીએ-6522 નંબરની કારના ચાલકે ગફલતપૂર્વક કાર હંકારી વાલજીભાઇને ટક્કર મારતાં વાલજીભાઇને બન્ને પગે ફ્રેક્ચર સહિત માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તે દરમિયાન મૃત્યુ થયું હતું.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દુધઇ પાસે થયેલા અકસ્માતમાં બાઇકસવારનું મોત
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended