Home »Gujarat »Bhuj »Bhachu» ભચાઉમાં હોમગાર્ડ જવાનના ઘરમાં 30 હજારની તસ્કરી

ભચાઉમાં હોમગાર્ડ જવાનના ઘરમાં 30 હજારની તસ્કરી

DivyaBhaskar News Network | Apr 20, 2017, 02:35 AM IST

  • ભચાઉમાં હોમગાર્ડ જવાનના ઘરમાં 30 હજારની તસ્કરી,  bhachu news in gujarati
ભચાઉમાંચોરીના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, પરંતુ પોલીસના પેટનું પાણી પણ હાલતું નથી. જલારામ સોસાયટીમાં મંગળવારે રાત્રિના ભાગે તસ્કરોએ એક હોમગાર્ડ જવાનના ઘરમાં ખાતર પાડ્યું હતું, જે બનાવ સંબંધે મોડે સુધી ફરિયાદ થઇ હોવાનું જણાવાયું હતું. બનાવને પગલે જલારામ સોસાયટીમાં ભયની લાગણી ફેલાઇ હતી. કારણ કે, અહીં ચોરીના અગાઉ પણ બનાવો નોંધાયા છે.

જલારામ સોસાયટીમાં માતા સાથે રહેતા રાજેશ શાંતિલાલ જોષીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાતના ભાગે ડ્યૂટી પર રાજેશ બહાર હતો, જ્યારે તેના માતા નાના દીકરાના ઘરે સમારકામ ચાલતું હોવાથી પાંચ-સાત દિવસથી ત્યાં હોવાથી ઘર રેઢું પડ્યું હતું. તસ્કરોએ લોખંડના સ્ક્રૂથી લાકડામાં જોડેલી ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા અને આખા ઘરને વેરવિખેર કરી મૂક્યું હતું અને રોકડા 10 હજાર, ચાંદીના સિક્કા-મૂર્તિઓ, ડીવીડી પ્લેયર વગેરે સહિત લગભગ 30000 જેટલી મત્તા તફડાવી ગયા હતા. જતાં-જતાં તસ્કરોએ રસોડામાં પણ હાથફેરો કર્યો હતો અને નાસ્તો પણ કરી ગયા હતા.

વિસ્તાર તસ્કરો માટે હોટફેવરીટ બન્યો છે

જે મકાનમાં ચોરી થઇ તેની આસપાસના બે મકાનમાં પણ અગાઉ ખાતર પડી ચૂક્યું છે, તો નજીકના સ્વામિનારાયણ સત્સંગ હોલની દાનપેટી પણ રાત્રિના ભાગે તસ્કરો સાફ કરી ગયા હતા. આમ છતાં પોલીસ નિષ્ક્રીય રહી હતી. મોટા ભાગના ચોરીના બનાવોમાં ફરિયાદીને ગમે તે રીતે સમજાવી લઇ ફરિયાદ લખવામાં આવતી નથી અને રીતે ગુનો નોંધાતો હોઇ, ઉપલીકક્ષાએ જવાબ આપવામાંથી છટકી જવાના પ્રયાસો કરાતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. વિસ્તારના મકાનોમાં અગાઉ અનેક વખત ચોરી થઇ છે, પરંતુ પોલીસ સુધી કાં તો જવાતું નથી, જો કોઇ પોલીસમાં જાય તો પણ દાદ અપાતી હોવાની લાગણી અનુભવાય છે.

ગ્રીલ તોડી તસ્કરોએ સામાન વીંખી નાખ્યો

અન્યોના જાનમાલની રક્ષા કરતો હોમગાર્ડ જવાન નિશાન બન્યો

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ભચાઉમાં હોમગાર્ડ જવાનના ઘરમાં 30 હજારની તસ્કરી
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended