Home »Gujarat »Ahmedabad Aaspass »Barwala» સાળંગપુર આંગણવાડીનાં વર્કર બરતરફ

સાળંગપુર આંગણવાડીનાં વર્કર બરતરફ

DivyaBhaskar News Network | Mar 20, 2017, 02:05 AM IST

  • સાળંગપુર આંગણવાડીનાં વર્કર બરતરફ,  barwala news in gujarati
બરવાળાતાલુકાના સાળંગપુર ગામે આંગણવાડી કેન્દ્ર-૧ની બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા દ્વારા મુલાકાત લેતા કેન્દ્ર બંધ જણાતા કેન્દ્રના આંગણવાડી વર્કરને છુટા કરવાના આદેશ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ કેન્દ્રની અધિકારી મુલાકાત લેતા તે દરમિયાન આંગણવાડી કેન્દ્ર બંધ જણાતા તે સમયે તેમને નોટીસ અપાઇ હતી તેમ છતા કેન્દ્ર ડી.ડી.ઓ ની મુલાકાત દરમિયાન પણ બંધ જણાતા ડી.ડી.ઓ તાત્કાલીક વર્કરને બરતરફ કરાયાનો હુકમ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બોટાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રનાં વર્કરોને તેમના કેન્દ્રો નિયમિતપણે યોગ્ય રીતે ચલાવવા જાણ કરવામાં આવી હતી.

(Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સાળંગપુર આંગણવાડીનાં વર્કર બરતરફ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended