Home »Gujarat »Bharuch-Narmada »Amod» આમોદમાં બેંક અધિકારીઓ દ્વારા સોનુ બદલાયું હોવાનો આક્ષેપ

આમોદમાં બેંક અધિકારીઓ દ્વારા સોનુ બદલાયું હોવાનો આક્ષેપ

DivyaBhaskar News Network | Apr 20, 2017, 04:40 AM IST

  • આમોદમાં બેંક અધિકારીઓ દ્વારા સોનુ બદલાયું હોવાનો આક્ષેપ,  amod news in gujarati
આમોદની નાગરિક બેંકમાં ખોટુ સોનું મુકી 59.40 લાખની લોન બાબતે બેંકના મેનેજરે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગોલ્ડલોન કૌભાંડમાં તપાસ પણ શરૂ કરી દીધી છે. બેંકમાં વેલ્યુઅર સોની સહિત 46 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંક તરફથી આરોપી દર્શાવવામાં આવેલાં હિતેશ પટેલે બેંક અધિકારીઓ પણ સોનું બદલવાનો આરોપ લગાવતાં સમગ્ર કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે.

કેસના આરોપી હિતેશ પટેલે જણાવ્યું હતું કે જે 41 લોકોની લોન છે તેમનું સોનુ સાચું છે અને બેન્કના વેલ્યુઅરે ચકાસ્યા બાદ અમે લોન લીધી છે અને એમાની કેટલીય લોન ત્રણ વર્ષથી જુની છે જે ત્રણ વર્ષથી રિન્યુ કરવામાં આવે છે એટલે અસલી સોનું બેન્કના અધિકારીએ બદલી નાંખ્યુ છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે બપોરના 12 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી મને બેન્કમાં પુરી રાખી બેન્કના બોર્ડના સદસ્યો તથા કેટલાક ચારેક બહારના ઇસમો ને સાથે રાખી મને માર મારી બળજબરીથી કબુલાત કરાવવામાં આવી છે. અંગે ડીઆઇજી,આઇજી ને લેખીત ફરિયાદ કરેલી છે અમો નિદોષ લોકોને ફસાવવાનો પ્રયાસ બેન્ક મારફત કરવામાં આવી રહયો છે.

આક્ષેપો પાયા વિહોણા છે

હિતેશપટેલ દ્વારા કરાયેલાં આક્ષેપોમાં કોઇ તથ્ય નથી. જીલ્લા રજીસ્ટ્રારની ટીમ સમક્ષ તેણે કેવી રીતે ગોલ્ડલોન લેવામાં આવતી હતી સહિતના તમામ નિવેદનો આપ્યાં છે. બેંક પાસે પણ તેનું નિવેદન છે. કોઇની સાથે બળજબરી કરવાનો કોઇ સવાલ નથી.જયંતિભાઇ પટેલ,ચેરમેન,આમોદનાગરિક સહકારી બેંક

ગોલ્ડ લોન કૌભાંડમાં આરોપી દર્શાવાયેલા હિતેશ પટેલે ડીઆઇજીને રજૂઆત કરી

(Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આમોદમાં બેંક અધિકારીઓ દ્વારા સોનુ બદલાયું હોવાનો આક્ષેપ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended