Home »Gujarat »Bharuch-Narmada »Amod» આમોદમાં જૈનમુનિ પ્રબલ સાગરજી મહારાજની પઘરામણી

આમોદમાં જૈનમુનિ પ્રબલ સાગરજી મહારાજની પઘરામણી

DivyaBhaskar News Network | Mar 20, 2017, 03:35 AM IST

  • આમોદમાં જૈનમુનિ પ્રબલ સાગરજી મહારાજની પઘરામણી,  amod news in gujarati
આમોદમાંજૈનમુનિ પ્રબલ સાગરજી મહારાજનું આગમન થયું છે. નગરમાં બે કરોડ રૂપિયાના ખર્ચથી જૈન દહેરાસરનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જૈનમુનિ 27મી સુધી નગરમાં રોકાણ કરી શ્રાવકોને તેમની દિવ્યવાણીનો લાભ આપશે.

આમોદમાં એક સમયે જૈન સમાજનું પ્રભુત્વ હતુ અને શ્વેતાંબર જૈન સંપ્રદાયના ચાર તથા દિગંબર સંપ્રદાયનું એક મળી કુલ પાંચ દહેરાસર આવેલાં છે અને આમોદના ઘણા જૈન સાઘુ સાઘ્વી બની આજે દેશ માં વિહાર કરી રહયા છે પરંતુ છેલ્લા લાંબા સમયથી આમોદના જૈન સમાજ નું મોટા પાયે સ્થળાંતર થતા હાલ ગણ્યાગાંઠયા જૈન પરિવાર આમોદમાં બચ્યા છે. ભવ્ય દહેરાસર બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અંદાજે બે કરોડ ના ખર્ચથી ભવ્ય દહેરાસર પુર્ણ થવાની તૈયારીઓ ચાલી રહી છે.

27મી નગરમાં રોકાણ કરી શ્રાવકોને સંબોધશે

2 કરોડ રૂપિયાના ખર્ચથી નવા દહેરાસરનું નિર્માણ થયુ

(Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આમોદમાં જૈનમુનિ પ્રબલ સાગરજી મહારાજની પઘરામણી
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended