Home »Gujarat »Gujarat Ni Gupshup» Youngster Enjoying Summer Vacation In Daman Beach

'પાર્ટી તો બનતી હૈ'...જુઓ દમણ બીચ પર સેલ્ફી લેતી ગુજ્જુ ગર્લ્સના લટકા ઝટકા

divyabhaskar.com | May 15, 2017, 22:14 PM IST

  • દમણ બીચ પર ગુજ્જુ ગર્લ્સએ માણી સેલ્ફીની મજા
દમણ: ગુજરાતમાં સૌરાસ્ટ્રના લોકો માટે ગોવા એટલે દીવ અને અને દક્ષિણ ગુજરાતના લોકો માટે ગોવા એટલે દમણ. ઉનાળુ વેકેશનના સમયગાળામાં અને ખાસ કરીને  અહીં ભારે ભીડ જોવા મળે છે. જો કે તહેવારોમાં પણ આ સ્થળો પર ખચોખચ માનવમેદની ઉમટી પડે છે. પણ ખાસ કરીને અહીં વિદેશી લોકો મોટા પ્રમાણમાં આવે છે. જેથી હોટલો અને ગેસ્ટ હાઉસ મળવા પણ મુશ્કેલ થાય છે. નવા વર્ષની ઉજવણી માટે વિદેશીઓ અહીં 15 દિવસ પહેલા જ પહોંચી જતા હોય છે. કેન્દ્ર શાસિત હોવાથી અહીં ગુજરાત રાજ્યના કોઈ કાયદા-કાનૂન લાગતા નથી.
દીવ અને દમણ વચ્ચે 635 કિલોમીટર જેટલું અંતર છે. બંન્ને સ્થળો પોતાની અલગ ઓળખ ધરાવે છે, પોર્ટુગીઝોથી આઝાદી મળી તે બાદ દીવ-દમણને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યા. દીવ અને દમણ પર્યટકો માટે આગવુ મહત્વ ધરાવે છે. દીવ અને દમણના મોટાભાગનાં જોવાલાયક સ્થળો પોર્ટુગીઝ સમયમાં બનાવવમાં આવ્યા છે. જેથી આ સ્થળો પર્યટકો માટે ઐતિહાસિક સ્થળો તરીકે પણ ખ્યાતિ પામ્યા છે. ત્રણ તરફે સમુદ્રથી ઘેરાયેલા દીવ અને દમણને કુદરતે ભવ્ય સમુદ્રીતટો ભેટ સ્વરૂપે આપ્યા છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દીવ અને દમણના ઈતિહાસ પર નજર કરીએ તો અહીંનો ઈતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. દીવનો સંદર્ભ તો મહાભારતમાં પણ મળે છે, 14 વર્ષના વનવાસમાં થોડા દિવસો માટે પાંડવો અહીં રોકાયા હતા. ઈતિહાસ પ્રમાણે આ બંન્ને ક્ષેત્રો ચૌડા રાજપૂતોના હિસ્સામાં હતા. વધાલાઓ બાદ અહીં મુસ્લિમ લોકોએ 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. બાદમાં પોર્ટુગીઝવાસીઓએ 1534માં આ સ્થળો પર કબ્જો કરી અંદાજે 450 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યાર બાદ બ્રિટિશ લોકોને બહાર કરી ગુજરાતના લોકોએ કબ્જો જમાવી લીધો. હાલ આ સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશોમાના બે છે.

સંઘ પ્રદેશ દીવની વાત કરીએ તો દીવમાં નાગવા બીચ, દીવ કિલ્લો, મ્યુઝિયમ, નાયડા ગુફા, ચર્ચ જેવા મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે. દીવના દરિયાકાંઠે બોટિંગ અને પેરાગ્લાઇડિંગની સુવિધા છે. નાગવા બીચ નજીક પ્રાઈવેટ મ્યુઝિયમ પણ તમને જોવું ગમે તેવું છે. દરિયા કિનારે ગુફામાં આવેલું શંકર ભગવાનનું ગંગેશ્વર મંદિર ભરતી સમયે રોમાચંક લાગે છે. કહેવાય છે કે દીવ જેટલો ટુરિસ્ટ ફ્રેન્ડલી દરિયાકિનારો બીજો એક પણ નથી. દરિયામાં ૫૦-૧૦૦ મીટર અંદર જાવ ત્યાં સુધી પાણી માંડ કેડ કે ખભાસમા જ પહોંચે એ વૈભવ બહુ ઓછા બીચમાં જોવા મળે છે. પોટર્ગીઝ કાળનાં ચર્ચ અને તેની બાંધકામની શૈલી જોવાલાયક છે. દીવમાં સૌથી વધુ પ્રખ્યાત કિલ્લો છે. ત્યાં એક દીવાદાંડી આવેલી છે, તેના પર ચડીને દૂર સુધી સમુદ્રનાં દર્શન કરી શકાય છે. ગુજરાતનું કહેવાતું દીવ આપણે ત્યાં ફરવા કરતા ‘પીવા’ માટે વધુ પ્રખ્યાત છે.

જ્યારે દમણમાં દેવકા બીચ, જામ્પોર બીચ, મોટી દમણ, દમણગંગા નદી, કલેક્ટર ઓફિસ, ચર્ચ જેવા જોવાલાયક સ્થળોને પર્યટકો માણે છે. મોટી દમણમાં ચર્ચ એ અદ્દભુત જોવાલાયક સ્થળ છે, આ ચર્ચમાં લાકડામાં અત્યંત સુંદર કારીગરી કરવામાં આવી છે. ચર્ચની દિવાલો પર પેઈન્ટિંગ ખૂબ જ આકર્ષક છે. નાની દમણનો કિલ્લો જોવા માટે લોકોમાં આતુરતા રહે છે. દેવકા બીચ પાસે બે પોર્ટુગીઝ ચર્ચ આવેલાં છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
 
( તસવીર - કેતન ભટ્ટ )

 આગળ ક્લિક કરીને જાણો દમણમાં ફરવાલાયક અન્ય સ્થળો વિશે....


(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youngster enjoying Summer vacation in Daman beach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended