Home »Gujarat »Gujarat Ni Gupshup» Why Villagers Not Celebrate Holika Dahan In This Village Of Gujarat

જાણો શા માટે ગુજરાતના આ ગામમાં 200 વર્ષથી નથી પ્રગટાવાતી હોળી

divyabhaskar.com | Mar 12, 2017, 05:04 AM IST

અમદાવાદ:રંગોનો તહેવાર તરીકે ઓળખાતી હોળી દેશભરમાં મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશના દરેક રાજ્ય, જિલ્લા અને શહેરોમાં ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને એક એવા ગામ વિષે જણાવી રહ્યાં છીએ કે, જ્યાં પાછલા 200 વર્ષથી હાળી પ્રગટાવવામાં આવી નથી. આ ગામના સ્થાનિક લોકો રંગોનો તહેવાર એટલે કે હોળીના નામથી જ ભયભીત થઇ જાય છે. અહીં પાછલા 200 વર્ષથી હોળીની ઉજવણી કરવામાં આવી નથી. ચાલો આ ગામની મુલાકાતે જઇએ.....
 
રામસણ નામથી ઓળખાતું રામેશ્વર ગામ

ગુજરાત રાજ્યના બનાસંકાઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું આ રામસણ ગામને પોરાણિક નામ ‘રામેશ્વર’થી ઓળખવામાં આવે છે. અહીંના લોકોએ જણાવ્યા મુજબ ભગવાન રામ અહીં આવ્યા હતા અને તેમણે રામેશ્વર ભગવાનની પૂજા કરી હતી. રામેશ્વરના નામ પર વસેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી વસવાટ કરે છે અને આ ઐતિહાસીક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવવમાં આવી હતી. પરંતુ અચાનક જ આ ગામ આગની લપેટમાં આવી ગયું હતું અને તે સમયે ગામના લોકો ભયભીત થઇ ગયા હતા. આ આગ લાગવા પાછળ લોકોની માન્યાતા એવી છે કે તે સમયના રાજાએ સાધુ-સંતોને અપમાનીત કર્યા હતા અને સાધુઓએ રાજાને શ્રાપ આપ્યો હતો. જેના કારણે હોળી પર્વે ગામમાં આગ લાગી હતી. ત્યારબાદ ઘણા વર્ષો પછી ગામના લોકોએ હાળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું ગામમાં ફરી આગ લાગી અને કટલાક મકાનો પણ બળી ગયા હતા.
 
હોળી પ્રગટાવતા ગામમાં લાગે છે આગ

આ ઘટના ત્રણ વખત બની હતી એ પણ હોળીના દિવસે. ત્યારબાદ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. અહીં રામેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા ભગવાન રામે અહીં શિવલિંગની પૂજા કરી હતી અને ત્યારબાદ પાંડવોએ પણ અહીં પૂજા કરી હતી. આ પોરાણિક ગામ જેને રામેશ્વર નામથી રામસણ કહેવામાં આવે છે. બસો સાત (207) વર્ષ પહેલા અહીંયા કોઇ સાધૂ સંતને અપમાનીત કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે શ્રાપ અપ્યો હતો. પરંતુ ગામના વૃદ્ધ લોકોએ વિચાર્યું કે અહીં મંદિર આવેલું છે તો હોળી પ્રગાટવીએ પરંતુ ગ્રામજનોએ હોળી પ્રગટાવી ત્યારે તે જગ્યા પર આગ લાગી હતી. ત્યારેથી આ ગામે હોળીની ઉજવણી કરવાનું બંધ કર્યું છે. રામસણ ગામના લોકોએ જણાવ્યું કે જ્યારે હોળી આવે છે ત્યારે ગામના વૃદ્ધો દ્વારા જણાવેલા સંકટની વાત યાદ આવે છે અને કેલાક લોકો તો હોળી વિષે વિચારતા જ નથી.
 
ગામના લોકો આજે પણ શ્રાપિત ધરતીથી ભયભીત છે

આ ગામમાં 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારે ગામમાં ભયાનક આગ લાગી હતી. ત્યારથી જ અહીં હોળી પ્રગટાવવાની મનાઇ છે. આ ગામમાં ઘણા એવા લોકો પણ છે જેમને ખબર નથી હાળીનો તહેવાર શું છે. કેટલાક લોકો જણાવે છે કે અમે બીજા ગામમાં જઇએ ત્યારે હોળી જોઇને અમને દુ:ખ થાય છે કે અમે અમારા ગામમાં હોળીનો તહેવાર કેમ નથી ઉજવતો. રામસણ ગામમાં લોકો આજે પણ ડરેલા અને ભયભીત છે કે જેના કારણે ગામના કોઇપણ વ્યક્તિ હોળીની ઉજવણી કરવા નથી માંગતા. આ ગામના લોકો આજે પણ શ્રાપિત ધરતીથી ડરી ગયેલા છે અને ભયભીત પણ છે કે તેમણે હોળી પ્રગટાવી તો આ ગામ આગની લપેટમાં આવી જશે.
 
રામસણ ગામની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Why Villagers Not Celebrate Holika Dahan in this Village of Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended