Home »Gujarat »Gujarat Ni Gupshup» Weird Tradition Of Tribal Of Narmada District Of Gujarat

ગુજરાતમાં અહીં છે અજીબોગરીબ પંરપરા: ઇચ્છા પૂર્ણ થાય તો લગાડે છે જંગલને આગ!

divyabhaskar.com | Mar 15, 2017, 19:42 PM IST

અમદાવાદ:ગુજરાતએ વૈવિધ્યતાથી ભરપૂર રાજ્ય છે. ગુજરાતમાં દરેક પ્રકારના લોકો રહે છે અને પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં એક આદિવાસી પ્રજા રહે છે તેની પરંપરા ખૂબ જ અજીબોગરીબ છે. તેઓની પરંપરા મુજબ તેમની કોઇ ઇચ્છા પૂર્ણ થાય તો તે લોકો જંગલને આગ લગાડે છે.
 
ગુજરાતના દક્ષિણે આવેલ નર્મદા જિલ્લો મોટાભાગનો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ત્યાંના આદિવાસી લોકો હજુ પણ જૂની માન્યતાઓ પર વિશ્વાસ રાખે છે અને તેઓની પરંપરાઓને અનુસરે છે. તેવી  જ એક પરંપરા છે જંગલને આગથી નવડાવવાની. આ પરંપરા મુજબ જો ભેંસને પાડી જન્મે, બકરીને બકરો જન્મે કે પત્ની-પુત્રી, પુત્રવધુને પુત્ર જન્મે, દીકરાને નોકરી લાગે તો આગ લગાડવાની બાધા રાખવી સામાન્ય બાબત છે. નર્મદા જિલ્લાના આદિવાસી પ્રજાની માન્યતાના લીધે ઘરમાં કોઈ બીમાર હોઈ કે નોકરીનો પ્રશ્ન કે અન્ય કોઈ કામ ન થતું હોઈ તો આ આદિવાસી જંગલ- વનદેવીને આગથી નવડાવવાની બાધા રાખે છે.
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Weird Tradition of Tribal of Narmada District of Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended