Home »Gujarat »Gujarat Ni Gupshup» Unique Tradition On 250 Year Old Bahuchara Ji Mata Temple

250 વર્ષથી ચાલે છે અનોખી પરંપરા, આજે પણ મા જમે છે દોઢ કરોડના વાસણમાં

divyabhaskar.com | May 01, 2017, 20:55 PM IST

અમદાવાદ:બહુચરાજીમાં નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસર મા બહુચરના જયઘોષથી ગૂંજી ઊઠશે. દર્શન માટે માઇભક્તોની લાંબી કતારો લાગશે. નૂતન વર્ષે પરંપરા મુજબ માતાજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરવામાં આવશે. તેમજ સોનાની થાળીમાં રાજભોગ પીરસવામાં આવશે. આ પરંપરા 250 પૂર્વે શરૂ કરવામાં આવી હતી. બહુચરજીમાં દિવાળીના પવિત્ર દિવસે બહુચર માતાજીને સોનાની થાળીમાં અલગ અલગ વાનંગીઓનો રાજભોગ ધરવામાં આવશે. આ પળના દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે.  

હાલ બહુચરાજી મંદિરમાં 5.6 કિલોના સોનાના વાસણ છે જેની અંદાજિત કિંમત દોઢ કરોડની આસપાસ છે. વેપારીઓએ નૂતન વર્ષ નિમિત્તે માતાજીની પૂજા -અર્ચના કરી વેપાર-ધંધાનાં મુહૂર્ત કરે છે. તો બહુચરાજીથી 2 કિમીના અંતરે આવેલા શંખલપુર સ્થિત મા બહુચરના આદ્યસ્થાનક શંખલપુરમાં ટોડાવાળી બહુચર માતાજીના સ્થાનકે પણ હજારો આસ્થાળુઓ દર્શન માટે વાહનો લઇને ઊમટી પડે છે. બેસતા વર્ષે માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો. ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા માઇભક્તો માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unique tradition on 250 year old bahuchara ji mata temple
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended