Home »Gujarat »Gujarat Ni Gupshup» Travelling Spot Attract To Tourists In Central Gujarat, Gujarat Tourism

ભવ્ય છે મધ્ય ગુજરાત, સહેલાણીઓને આકર્ષિત કરે છે આ સ્થળો

divyabhaskar.com | Mar 14, 2017, 01:20 AM IST

અમદાવાદ:અમદાવાદ શહેર જે ગુજરાતના હ્રદય સમાન છે. ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ.સ 1410માં અહમદશા બાદશાહે અમદાવાદ શહેરને વસાવેલું. આ ઐતિહાસિક શહેરમાં ઘણા એવા સ્થળો છે જે લોકોને જોવા માટે આકર્ષિત કરે છે. તો divyabhaskar.com વાચકો સમક્ષ આવા કેટલાંક અમદાવાદમાં જોવા લાયક સ્થળો વિશે જણાવી રહ્યું છે.

કાંકરિયા તળાવઃઆ તળાવ અમદાવાદ શહેરનાં મણિનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવ એ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે. જે આશરે ૨.૩ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. કાંકરિયા તળાવ પ્રવાસીઓનું ફરવા અને ખાણીપીણી માટે એક આકર્ષણનું સ્થળ છે. અહીં માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને નગીના વાડી જેવા ફરવા લાયક સ્થળો છે. કાંકરીયાના મધ્ય ભાગમાં એક ગાર્ડન બનાવવામાં આવેલું છે જે નગીના વાડી તરીકે જાણીતું છે. વર્ષના બારે માહિના અમદાવાદના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી કાંકરીયા તળાવ પર સમય વ્યતિત કરતા જોવા મળે છે. લોકો ખાણી-પીણીની સાથે બોટિંગ અને ટોય ટ્રેન થકી કાંકરિયા દર્શનનો લાભ પણ માણતા હોય છે.

ગાંધી આશ્રમ:ગાંધી આશ્રમ જે સાબરમતી નદીના કિનારે આવેલો છે. તે હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાતો હતો. સાબરમતી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ છે. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. આશ્રમમાં ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને સમય વિતાવતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ અહીંથી જ દાંડી કૂચ યાત્રાની શરૂઆત કરી હતી. આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી રહી છે. અનેક વિદેશી પ્રવીસીઓ ગાંધી આશ્રમની મુલકતે આવે છે. અહીં ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, 24 કલાક લોકોથી ઘેરાયેલું માણેકચોક...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Travelling Spot Attract to Tourists in Central Gujarat, Gujarat Tourism
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended