Home »Gujarat »Gujarat Ni Gupshup» Tina Ambani Wife Of Anil Amabani Photofeature

કરોડપતિ ગુજરાતી અભિનેત્રી ટીના અંબાણીની કેટલીક ખાસ તસવીરો

divyabhaskar.com | Jan 18, 2013, 00:05 AM IST

ટીના અંબાણીનો જન્મ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે. અભિનેતા દેવ આનંદે ટીના અંબાણીને પ્રથમ બ્રેક અપાવ્યો હતો. અબજોપતિ બિઝનેસમેનની પત્નીઓની પ્રસિદ્ધિ તેમનાં પતિઓથી જરા પણ ઓછી નથી હોતી. ભારતીય અબજોપતિ બિઝનેસમેનની બાબતમાં પણ આવું જ કંઇક છે. દુનિયાભરમાં પોતાનો વેપાર ફેલાવી ચૂકેલા આ લોકોની સફળતામાં તેમની પત્નીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભારતીય અને મૂળ ગુજરાતી એવા ધીરુભાઇ અંબાણીના નાના પુત્ર બિઝનેસમેન અનિલ અંબાણીનાં પત્ની ટીના અંબાણી વિશે પણ આવું જ કહી શકાય. ટીના અંબાણી રિલાયન્સ એડીએજી સમૂહને આગળ વધારવા માટે પોતાના પતિ અનિલ અંબાણીને સારો સાથ આપે છે. ટીના એડીએજી સમૂહનાં ટોચનાં મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ્સમાં પહેલા મહિલા છે.

દેવ આનંદે ટીના મુનીમની એક અભિનેત્રી તરીકે શોધ કરી હતી, જ્યારે ટીના મુનીમે એક અરુબાની ઈન્ટરનેશનલ ટીન પ્રિન્સેસ કોન્ટેસ્ટમાં ભારતને રિ-પ્રેસન્ટ કર્યું હતું અને તેણીએ જ્યારે મિસ ફોટોજેનિક અને મિસ બિકિની એવોર્ડ્સ જીત્યા ત્યારે તેણી બધે જ છવાઈ ગઈ હતી.

ટીના અંબાણી વીશે વધુ અહેવાલ વાંચવા માટે તસવીરો બદલો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tina ambani wife of anil amabani photofeature
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext