Home »Gujarat »Gujarat Ni Gupshup» Temple In Gujarat Where People Took Religious Vow For Leave Stone Pain

માન્યામાં નહી આવે પણ ગુજરાતના મંદિરે માત્ર માનતા રાખવાથી દૂર થાય છે પથરી દુખાવો

divyabhaskar.com | Mar 08, 2017, 01:07 AM IST

  • રસાણા ગામે આવેલું મંદિર
અમદાવાદ: 'શ્રદ્ધાના વિષયમાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી'. ભારતીયો આજે પણ માનતા, બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં પુરી શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુખોનો નિવેડો આવી જતો હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જ્યાં માનતા રાખવાથી પથરીના દુખાવો મટી જાય છે. આ દુખ થતાં શ્રદ્ધાળુંઓ પથરીને મંદિરમાં આવીને પથરી મુકે છે અને માનતા પુરી કરે છે. 

બનાસકાંઠાના ડીસા તાલુકા નજીક રસાણા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી મંદિરના દુખાવામાંથી છુટકારો મળે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને પથરીના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે. અહીં કોઇપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે દાનપેટીમાં દાન નાખે છે. તથા શ્રીફળ ચઢાવે છે. 

રસાણાનું આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણિતી બન્યું છે. શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી લોકોના દુખ દૂર થતા હોય છે. અત્યાર સુધીમાં નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી પથરીઓ શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના ચરણોમાં અર્પણ કરતા હોય છે. માનતા પુરી થતાં અહીં આવેલા એક હિંમાશું કટારિયા નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે આજથી 4 મહિના પહેલાં મને પથરીનો દુખાવો ઉપડ્યો હતો. ડૉક્ટર પાસે ચેકઅપ પણ કરાવ્યું જેમાં પથરી હોવાનું જાણવા મળ્યું છે. 

ત્યારબાદ એક સંબંધીના જણાવ્યા મુજબ તેમણે મને રસાણાના મંદિર વિશે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે અહીં માનતા રાખવાથી પથરીનો દુખાવો મટી જાય છે. પથરી આપમેળે બહાર નિકળી છે. થોડા મહિનાઓ બાદ ધીમે-ધીમે મને પથરીના દુખાવામાં રાહત થઇ ગઈ હતી. પથરી આપમેળે નિકળી ગઇ હતી. માટે આજે હું અહીં માનતા પુરી કરવા માટે આવ્યો છું. 

રસાણાના મંદિરના પુજારી જણાવ્યું હતું કે અહીં શ્રદ્ધાળુઓ પથરીના દુખાવાને લઇને શ્રદ્ધાપૂર્વક માનતા રાખતા હોય છે. અને પથરીના દુખાવામાં રાહત થતાં અહીં આવીને માનતા પુરી કરે છે. શ્રદ્ધાળુઓ યથાશક્તિ પ્રમાણે  દાનપેટીમાં દાન નાખતા હોય છે અને શ્રીફળ વધેરતા હોય છે. પથરી માટે ભગવાનના નામનો એક નાળાછળીનો એક દોરો બાંધવામાં આવે છે. પથરીના દુખાવામાં રાહત થતા આ દોરો અહીં આવીને છોડવામાં આવે છે. અને પથરી જમા કરાવવામાં આવે છે.  
  
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Temple in gujarat where people took religious vow for leave stone pain
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended