Home »Gujarat »Gujarat Ni Gupshup» Speical Story On Jamnagar Bandhi Work And Selling

સૌરાષ્ટ્રમાં અહીં બને છે રૂ. 200થી લઇને 20 લાખની બાંધણી, જાણો શું છે ખાસ

divyabhaskar.com | Apr 12, 2017, 09:59 AM IST

  • જામનગરની બાંધણી માટે મળે છે એનઆરઆઇના ઓર્ડર
જામનગરઃતહેવાર હોય કે પ્રસંગ ટ્રેડિશનલ ડ્રેસની વાત આવે ત્યારે બાંધણી સૌ પ્રથમ યાદ આવે. બાંધણીની ચુન્નીથી લઇને હવે બાંધણીની ટાઇ પણ માર્કેટમાં પ્રાપ્ય છે. જે રીતે કાપડના વિશાળ અવકાશમાં ખાદીનું એક સ્થાન છે એમ બાંધણીના કાપડનું એક મહત્વ છે. દેશભરમાં બાંધણી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બને છે. પરંતુ સૌરાષ્ટ્રના જામનગરમાં તૈયાર થતી બાંધણીની ખાસ વાત છે. જેમાં તેની અનોખી ડિઝાઇન અને કલરના કારણએ વખણાય છે.

જામનગર બાંધણીના વેપારી પારસભાઇ શાહ કહે છે કે, બાંધણી એક ફેશન આઇકોન બની છે. કપડું કોઇ પણ હોય સાલથી લઇને સાડી સુધી બાંધણી વર્ક જોવા મળી રહ્યું છે. હવે પુરુષોના ઝભ્ભા, ખેસ, ચુન્નીની સાથે બાંધણીના ટાઇ પણ પ્રાપ્ય છે. કુલ 10 પ્રકારના કાપડ પર બાંધણી વર્ક થાય છે. જેમાં કોટન, સિલ્ક, પ્રિન્ટ, પ્યોર સિલ્ક, અમેરિકન, જ્યોર્જટ જેવા કાપડ બાંધણી માટેના પ્રાઇમ કાપડ છે. બાંધણીમાં જેવી ડિઝાઇન, કલર અને વર્ક એ પ્રમાણે એના ભાવ હોય છે. જેમ વર્ક અને કલર વધારે એમ બાંધણી મોંધી. સિંગલ કલરથી લઇને મલ્ટિકલર સુધી, ઘુઘરીવાળી, આંભલાવાળી અને કોડીવાળી બાંધણી ટ્રેન્ડી છે.

કેવી રીતે બને છે બાંધણી?

બાંધણી એક વર્ક છે. કોઇ પણ કાપડ પર બની શકે એમ છે. જે રીત રંગોળીના ટપકાવાળા કાગળ ફિક્સ હોય છે એમ બાંધણી માટે પણ ટપકાવાળા કાગળ હોય છે. જે કાપડ પર સેટ કરીને તેના પર રંગ નાખવામાં આવે છે. એટલે જ્યાં જ્યાં કાણા હોય છે ત્યાં કલર પ્રસરે. પછી તે ટાકો બાંધવામાં આવે છે. જ્યા રંગનો ઉપયોગ થાય છે. જે કલરની બાંધણી તૈયાર કરવાની હોય તે રંગથી તૈયાર કરવામાં આવે છે પછીથી પ્લાસ્ટિકના સ્ટ્રોની મદદથી દોરથી બાંધીને કલરવાળા પાણીમાં તૈયાર કરવામાં આવે છે. પછી જ્યાં બાંધવામાં આવ્યું હોય તે રંગ અલગથી તરી આવે છે. જેટલી ઝિણી ડિઝાઇન એટલી મજુરી વધારે હોય છે કારણ આ એક બારીક કામ છે.
 
સંપુર્ણ બંધાય ગયા બાદ બાંધણી વિવિધ કપડા માટે સિવવા માટે આપવામાં આવે છે તો ક્યારેક તેનું કાપડ જ વેંચાણ માટે તૈયાર મૂકાવમાં આવે છે. જામનગરમાં મોટા ભાગની સ્ત્રીઓ બાંધણી ભરે છે એટલે તહેવારના દિવસોમાં વેંચાણ થાય છે પણ પ્રોડોક્શન થતુ નથી. આ એક એજન્ટ જેવું કામ છે એક વ્યક્તિ મોટા જથ્થામાં બાંધણી માટેનું કાપડ લઇ જાય છે અને અન્ય સ્ત્રીઓમાં વેંચી દે છે. એજન્ટ આ કામ માટે પૈસા આપે છે જ્યારે કોઇ એજન્ટને વેપારી પાસેથી પૈસા મળે છે. રોજગારની રોજગારી મળે છે. ક્યારેક મજૂરીઓ વધી જાય પણ માર્કેટમાં બાંધણીના ભાવ સ્થિર રહે છે.

કઇ કઇ ડિઝાઇનમાં મળે છે બાંધણી?

બાંધણી જે રીતે બંધાય છે એ પરથી એની ડિઝાઇન હોય છે જેમ કે, બારબાર, શિકારી, આંબાવાળી, ડોટેડ વગેરે. જુદા જુદા રંગોથી કાપડ પરના રંગવાળા ટપકા બાંધવામાં આવે છે.
 
આગળ વાંચો શું ભાવે મળે છે બાંધણી?


(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: speical story on jamnagar bandhi work and selling
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended