Home »Gujarat »Gujarat Ni Gupshup» Special Story On Photo Session Of Ahmedabad Heritage

જામનગરના ફોટોગ્રાફર ગ્રુપે 'ક્લિક કર્યું અમદાવાદ', બનાવી શહેરની ફોટો ગેલેરી

divyabhaskar.com | Mar 03, 2017, 22:30 PM IST

  • સરખેજ રોઝાનો એક સાઇટ સીન
અમદાવાદઃ જામનગરના ફોટોગ્રાફર ગ્રુપે અમદાવાદના સ્થાપત્યોની મુલાકાત લીધી હતી તેમજ સ્થાપત્યોને કેમેરામાં અનોખી રીત ક્લિક કર્યા હતા. જામનગર ફોટોગ્રાફર ગ્રુપના હિરેન ખંભાયતા કહે છે કે, આ ગ્રુપમાં જામનગરના વ્યવસાયિકો છે તેમજ વેપારીઓ છે. આ ગ્રુપ વર્ષમાં ફોટોગ્રાફી સેમિનાર કરે છે અને જે લોકો ફોટોગ્રાફીમાં રસ ધરાવે છે તેને પ્રોત્સાહિત કરે છે. વધુમાં તે કહે છે કે, આજે મોબાઇલના યુગમાં ફોટો સામાન્ય બનતા જાય છે પણ જે પ્રોફેશનલ ટચ છે તેની હંમેશા માંગ રહેવાની છે. ફોટા પાડ્યા બાદ કે તેને સોશ્યિલ મીડિયામાં સારા પ્રતિસાદ મેળવવા એ જ ફોટોની સાચી સફળતા હોતી નથી. દરેક ફોટામાં એંગલ,લાઇટ અને ફિચર્સ પણ એટલા મહત્વના હોય છે. જામનગરના આ ગ્રુપમાં કોઇ પ્રોફેનલ ફોટોગ્રાફર નથી પણ ફોટોગ્રાફીના શોખના લીધે વ્યવસાયની સાથોસાથ ફોટો અંગે અવેરનેસ લાવવા માટે નાના મોટા પ્રોજેક્ટ કરી રહ્યા છે. અમદાવાદના સ્થાપત્યોને કેમેરામાં ક્લિક કર્યા બાદ તેમને પ્રદર્શનમાં મુકવામાં આવશે. આ ફોટોગ્રાફર ગ્રુપે અમદાવાદના અનેક વિસ્તારોની ઝાંખી કેમેરમાં કંડારી છે.
આગળ જુઓ, વધુ તસવીરો
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story on photo session of ahmedabad heritage
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended