Home »Gujarat »Gujarat Ni Gupshup» Special Story On Gujarat Establishment Day About Gujarat First

દેશમાં આ સાહસો સૌ પ્રથમ થયા ગુજરાતમાં, જાણો તેના વિશે

divyabhaskar.com | May 01, 2017, 01:25 AM IST

  • વડોદરા બસ સ્ટેશન જેનુ લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ
અમદાવાદઃગુજરાત વ્યાપારની દ્રષ્ટિએ નંબર વન છે. દેશ અને દુનિયામાં વ્યાપારનો નફો બમણો કરવામાં ગુજરાતી પ્રજા ક્યાંય પાછી પડી નથી. આથી ગુજરાતીઓ હવે ગ્લોબલ ગુજરાતીઓ કહેવાયા છે. ગુજરાત વિકાસનું પર્યાય બની રહ્યું છે અને અન્ય રાજ્ય માટે આપણા રાજ્યનો વિકાસ ઉદાહરણરૂપ સાબિત થયો છે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે કેટલાક એવા સ્મરણો વાગોડિએ જે ગુજરાતમાં તો પ્રથમ વાર બન્યા પણ માઇલસ્ટોન બની રહી ગયા. કબડ્ડી વિશ્વકપથી લઇને કેબલ બ્રીજ સુધી ગુજરાતમાં અનેક ક્ષેત્રના એવા સાહસ જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત થયા. ગુજરાતના સ્થાપના દિવસ (1 મે 1960) નિમિતે આવા કેટલાક સાહસોનું વિહંગાવલોકન અને તેની કલ ઔર આજ.
 
વડોદરા બસ સ્ટેન્ડ:
પીપીપી પ્રોજેક્ટ અનેક વખત ચર્ચામાં રહ્યો છે પણ ગુજરાતમાં પીપીપી પ્રોજેક્ટના બીજ વડોદરાથી નંખાયા. વડોદરામાં રાજ્યનું પ્રથમ આધુનિક બસ સ્ટેન્ડ તૈયાર થયું. જેના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતના મત વિસ્તાર શહેરમાં આવ્યા હતા. આ આદ્યતન બસ સ્ટેન્ડને સરદાર વલ્લભાઇ પટેલ બસ સ્ટેન્ડ નામ આપવામાં આવ્યું છે.  11 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસ સ્ટેન્ડ આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ ધરાવે છે.મલ્‍ટીપ્‍લેકસ સિનેમા, સુપર માર્કેટ, એ.ટી.એમ., મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ કાઉન્‍ટરો, વેઈટીંગ લોન્‍જ, વૃદ્ધો-અપાહીજો માટે વ્‍હીલચેર સહિતની સુવિધાઓ દેશનું સૌપ્રથમ અત્‍યાધુનિક બસ સ્‍ટેશન છે.

14 ફેબ્રુઆરી 2014ના દિવસે વડોદરા ખાતે ગુજરાતનું સૌ પ્રથમ અતિ આધનિક બસ સ્ટેશન વડોદરા ખાતે તૈયાર થયું જેમાં શોપિંગ મોલથી લઇને મલ્ટિપ્લેક્સ સુધીની તમામ સુવિધાઓ પ્રાપ્ય છે.  પરિવહન વિભાગ દ્વારા પબ્‍લિક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે બસ સ્‍ટેશન આકાર પામ્‍યું. મલ્‍ટીપ્‍લેકસ સિનેમા, સુપર માર્કેટ, એ.ટી.એમ., મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ કાઉન્‍ટરો, વેઈટીંગ લોન્‍જ, વૃદ્ધો-અપાહીજો માટે વ્‍હીલચેર સહિતની સુવિધાઓ દેશનું સૌપ્રથમ અત્‍યાધુનિક બસ સ્‍ટેશન ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે. ગુજરાતનું પ્રથમ એવું બસ સ્ટેશન છે જેમાં સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા છે જ્યારે દિવ્યાંગો માટે જુદો કોરિડોર ફાળવવામાં આવ્યો છે.

આગળ વાંચો, ભરૂચ પાસે તૈયાર થયેલો ગુજરાતનો પ્રથમ કેબલ બ્રીજ
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: special story on gujarat establishment day about gujarat first
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended