Home »Gujarat »Gujarat Ni Gupshup» South India Best Place Of Hampi Temple At Karnatka

દેશનું આ સ્થળ બન્યું ગુજરાતીઓનું નવું 'TRAVEL DESTINATION', જુઓ નજારો

divyabhaskar.com | Mar 18, 2017, 19:58 PM IST

  • સાસિવેકાલુ ગણેશ, વિરુપક્ષા ટેમ્પલમાં લોકોને આશીર્વાદ આપતા ગજરાજ, તુંગભદ્રા નદીકિનારો
અમદાવાદ:દક્ષિણ ભારતના ઉતરી કર્ણાટકમાં આવેલું હમ્પી પ્રાચીન સ્થળ છે. વર્ષો પુરાણા વિજયનગર સામ્રાજ્યના અસંખ્ય મંદિરોથી ઘેરાયેલું આ સ્થળ વિદેશીઓમાં જોવાલાયક પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. તુંગભદ્રા નદીનો કિનારો, કિનારા પર આવેલું વિરુપક્ષા મંદિરનો નજરો અતિ નયનરમ્ય છે.  તો હાલમાં અહી ગુજરાતના પ્રવાસીઓની પણ ભારે ભીડ જામતી જોવા મળી રહી છે. ગુજરાતના અલગ અલગ સ્થળોથી લોકો રજાના સમયે કર્ણાટકમાં ઉમટી પડ્યા હોય તે જોવા મળી રહ્યું છે.
 

હમ્પીનું મુખ્ય આકર્ષણ વિજયનગર સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા મંદિરો, તેની કોતરણી, કલા અને સ્થાપત્યના અતિસુંદર સ્મારકો, ખુબ બારીકીથી કોતરેલા હિંદુ દેવી દેવતાઓના પ્રાચીન શિલ્પ તેમજ પ્રાચીન સામ્રાજ્યની સમૃદ્ધિ છે. હમ્પી એ ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ મૂડીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કુદરતના ખોળે આવેલા મંદિરો, પથ્થરોમાંથી કોતરેલી વિવિધ કૃતિઓ કલા, સાહિત્ય અને ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે જોવા અને માણવા લાયક સ્થળ છે.

હિંદુ સંપ્રદાય, અન્ય ધાર્મિક પ્રથાઓ, પ્રાચીન કલા કારીગીરી, પ્રાચીન ઈમારતો, મહેલો, મંદિર અને આહલાદક પર્વતમાળાઓ કલારસિકોનું પ્રિય સ્થળ છે.હમ્પી વિજયનગર સામ્રાજ્ય બેઠક હતી. તેમના નેતૃત્વ હેઠળ, શહેરનો સમૃદ્ધ વારસો, પુરાણોની સંસ્કૃતિ જાણે આજે પણ ત્યાંના લોકો દ્વારા જાળવવામાં આવે છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમજ ભારતના પુરાતત્વીય સ્થળો પૈકીનું એક છે. અહીંની કલાકૃતિઓ હિંદુ ધર્મની અનેક પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી છે જેમાં હિંદુ મહાકાવ્ય રામાયણનો પણ સમાવેશ થાય છે.

હમ્પીનું શુદ્ધ સાત્વિક ભોજન અને શાંતિપૂર્ણ વાતાવરણ તેમજ ખુબ સાદું જીવન આ સ્થળને એક રસપ્રદ પ્રવાસન સ્થળ બનાવે છે. પથ્થરો પર બનેલ આ સ્થળની ભવ્યતા અને રમણીયતા આંખને ઠંડક આપે તેવી છે.

હમ્પીમાં જોવા લાયક સ્થળો

વિરુપક્ષા ટેમ્પલ
વિઠલા ટેમ્પલ
માટંગા હિલ્સ
સિસ્ટર્સ સ્ટોન
સ્ટેચ્યુ ઓફ ઉગ્ર્હ નરસિંહ
ક્રિષ્ના ટેમ્પ્લ
એલિફન્ટ સ્ટેબલ
મંકી ટેમ્પલ
હેમ્કુંઠ હિલ ટેમ્પલ
તુંગભદ્રા ડેમ
અન્ડરગ્રાઉન્ડ શિવા ટેમ્પ્લ
ધરોજી સેન્ચુરી
 
આગળ જુઓ કર્ણાટકનો અદભૂત નજારો...
 
 
(તસવીરોઃ ધારા રાઠોડ)
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: South India best place of Hampi temple at karnatka
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended