Home »Gujarat »Gujarat Ni Gupshup» Shabdanjali To Chini Modi By Various Poet Of Gujarat

કેવળ રહી છે યાદો તકદીરનો તકાદો,આ કવિઓ આપે છે ચિનુ મોદીને શબ્દાંજલી

divyabhaskar.com | Mar 20, 2017, 21:41 PM IST

  • કેવળ રહી છે યાદો તકદીરનો તકાદો,
અમદાવાદઃ સાહિત્ય જગતમાંથી અણધારી વિદાય લેનાર કવિ,નાટ્યકાર અને શ્રેષ્ઠ ગઝલકાર ચિનુ મોદી એક અનોખ કવિ અને જલસાના માણસ હતા. ખાસ કરીને બદલાતી પેઢિના યુવા કવિઓને ગુજરાતની સાહિત્યની જવાબદારી વાત આવે છે ત્યારે તેઓ સદાય પ્રેરણાદાયી રહ્યા છે. પોતાની રચનાઓની સાથે બીજાની કવિતાઓ અને કૃતિઓને ઇર્શાદે ખરા અર્થમાં પ્રેમ કર્યો છે. ગમે ત્યારે ગમે તે ક્ષણે કોઇપણની કૃતિને ઉંડાણથી સમજે એવા વ્યક્તિ. તેમની વિદાયથી સાહિત્યજગતમાં ખાલીપો વર્તાશે. જાણીએ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓ ચિનુ કાકા વિશે શું કહે છે શબ્દાજલી રૂપે

ચિનુંકાકા એટલે ગઝલની જીવતી જાગતી પાઠશાળાઃ અશોક ચાવડા 'બેદિલ'
 
ચિનુ મોદીને શબ્દાંજલી પાઠવતા અશોક ચાવડા કહે છે કે, ચિનુકાકા એક સંપુર્ણ સાહિત્યકાર હતા. આજે પણ તેમણે વિદાય લીધી છે એ વાત માન્યમાં નથી આવતી. સાહિત્યના વિવિધ પાસાઓ એટલે કે સોનેટથી લઇને ગઝલ સુધીના તમામ ગદ્ય અને પદ્યમાં તમામમાં ઊંડુ ખેડાણ કર્યું. હું કોલેજ કાળથી તેમના સંપર્કમાં હતો ત્યાર બાદ વર્ષ 2001-2002માં તેમની સાથે નોકરી કરી. તે માત્ર ગઝલના અવતાર જ નહીં પણ જલસાઅવતાર હતા. મારું વિવેચનનું પુસ્તક શબ્દોદય તેમણે અર્પણ કરેલું છે.  ચિનુ કાકા એટલે એવી વ્યક્તિ જે યુવા કવિઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શનિસભા શરૂ કરેલી. માત્ર કૃતિને સાંભળે જ નહીં પણ તેમના ઊંડાણ અંગે પણ ચર્ચા કરે.

ચિનુ કાકાના સંપર્ક પરથી એવું શીખવા મળ્યું કે કવિએ માત્ર કોઇ એક વિષય કે પાસા પુરતું મર્યાદિત ન રહેવું જોઇએ. પણ સાહિત્યને સર્વાગી રીતે ખેડવું જોઇએ.  ચિનુ મોદીએ સાહિત્યના દરેક સ્વરૂપને નકશીકામ કરતા હોય એમ ખેડ્યું એમ કહેવાય. સારા કવિ, નવલકથાકાર કે ગઝલકાર જ નહીં પણ શ્રેષ્ઠ સંપાદક એક પ્રસંગ કાયમ યાદ રહેશે. વર્ષ 2005માં કવિ સુરેશ દલાલના કવિતાના દ્વિમાસિકમાં શ્રેષ્ઠ કવિતા પસંદ કરવાની નિર્ણાયક તરીકે જવાબદારી મારા માથે હતી.
 
આ પ્રસંગે મારે ચિનુકાકાને ઇનામ આપવાનું થયુ. ત્યારે ચિનુકાકાના હરખનો પાર ન હતો. કારણ કે હુ પણ શનિસભાનો સભ્ય હતો. પરદાનશીન ગઝલને ઇર્શાદે પ્રસંગોપાત ઘુમટો તાણીને કે ઉઠાવીને ગુજરાતણ બનાવેલી. જ્યારે ગઝલ પાઠ થતો હોય ત્યારે ઇર્શાદ કહેવાની એક રસમ હોય છે અહીં તો ચિનુ મોદીનું ઉપનામ જ ઇર્શાદ છે એટલે જ્યાં સુધી ગુજરાતી ગઝલ જીવશે ત્યાં સુધી ચિનુ મોદી ઇર્શાદ જીવશે.
આગળ વાંચો, શું કહે છે કવિ સૌમ્ય જોશી
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shabdanjali to chini modi by various poet of gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended