Home »Gujarat »Gujarat Ni Gupshup» PM Narendra Modi Share Countrys Longest Cable Bridge Photos

બ્રિજનો સુંદર નજારો જોઇ મોદી પણ ન રોકી શક્યા પોતાને, FB પર શેર કરી તસવીરો

divyabhaskar.com | Mar 07, 2017, 02:19 AM IST

ભરૂચ:ભરૂચની નર્મદા નદી પર રૂ. 379 કરોડના ખર્ચથી બનેલાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજનું મંગળવારે પીએમ મોદી લોકાર્પણ કરશે. બ્રિજની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. બ્રિજને તિરંગાની રોશનીથી સજાવવામાં આવતાં લોકો તેને જોવા ઉમટી પડયાં હતાં. ભરૂચ સહિત ગુજરાતના લોકો બ્રિજના લોકાર્પણની રાહ જોઇ રહ્યા છે. રોશનીને કારણે બ્રિજની રોનક ઉડીને આંખે વળગી હતી. બ્રિજનો નજારો જોવા જેવો હોય PM મોદી પોતાને રોકી શક્યા નહતા અને તેમણે બ્રિજની આ તસવીરો પોતાના એફબી પેજમાં શેર કરી હતી.
હાલમાં બ્રિજની ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બ્રિજની ત્રણ કલરની લાઇટોનું પ્રતિબિંબ નદીમાં પડતું હોવાથી નદીની રોનક પણ સોળે કલાએ ખીલી ઉઠી હતી. એન્જીનીયરીંગ માર્વેલ ગણાતાં બ્રિજને મંગળવારે વાહનો માટે ખુલ્લો મુકી દેવાશે. આ બ્રિજની ફોર લેનમાંથી મુંબઇ તરફથી આવતાં વાહનો પસાર થશે. શનિવારે રાત્રે બ્રિજ પર એલઇડી લાઇટોની સાથે રાષ્ટ્રધ્વજના રંગની રોશની કરવામાં આવી હતી. 
 
આગળ ક્લિક કરીને જુઓ મોદીજીએ સેર કરેલી ખાસ તસવીરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Narendra Modi Share countrys longest cable bridge Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended