Home »Gujarat »Gujarat Ni Gupshup» Palanpur Young Guy Sunil Gain His Body And Share His Diet Plan

45 કિલોમાંથી બનાવી કસાયેલી બોડી, શુદ્ધ શાકાહારી છે ગુજરાતીનો ડાયટ પ્લાન

divyabhaskar.com | Apr 18, 2017, 09:43 AM IST

અમદાવાદ: આજના જમાનામાં સુડોળ અને ફિટ શરીર દરેકનું સ્વપ્ન છે. એક જૂની કહેવત છે કે 'પહેલું સુખ તે જાતે નર્યા' જો તમારું શરીર સ્વસ્થ્ય હશે તો જીવનમાં તમે દરેક પ્રકારે સુખી હશો. આજના ફાસ્ટયુગમાં હાઇબ્રિડ બિયારણ અને ખોરાકના લીધે લોકો વિવિધ પ્રકારના રોગો અને મેદસ્વીપણાની સમસ્યાથી પીડાતા હોય છે. આજના યુવાવર્ગમાં ફિટનેસવાળી બોડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.  

હાલમાં લોકો પોતાના શરીરને લઇને મોટી સમસ્યાનો સામનો કરતા હોય છે ક્યારેક વધારે પતળા હોવાના લીધે તો ક્યારેક વધારે પડતા જાડા હોવાના લીધે ઠેર-ઠેર મજાકનો શિકાર બનતા હોય છે. ત્યારે પાલનપુરનો એક યુવક સુનિલ પ્રજાપતિ તેનું શરીર પણ ખૂબ પતળું હોવાના લીધે વારંવાર મજાકનો શિકાર બનતો હતો. આજે સુનિલ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વજનના કારણે શરીરમાં પણ ઘણી મુશ્કેલીઓ થાય છે, પણ ઘણા લોકો આળસ અથવા તો વર્ક લોર્ડના કારણે પોતાના શરીર પર પુરતું ધ્યાન આપતા નથી. જેના કારણે તેમના શરીર પર કોઇ અસર જોવા મળતી નથી. તો કેટલાક લોકો એવું પણ માને છેકે વારસાગતના કારણે શરીરમાં કોઇ ફરક પડતો નથી. પણ તે વાત તદ્દન ખોટી છે તેવું માને છે સુનિલ...

હા આજે તમને પાલનપુરના સુનિલ વિશે જણાવી રહ્યા છીએ, જેણે પોતાના મક્કમ મનોબળ અને અથાગ મહેનતથી એકદમ ફીટ બોડી બનાવ્યું છે. પહેલા સુનિલ પોતાના પાતળા શરીરના કારણે લોકોમાં સતત મજાકનો પાત્ર બની ગયો હતો. મિત્રો હંમેશા તેની મસ્કરી ઉડાવતા હતા. આવી મજાકથી સુનિલ ખૂબજ અવસેટ રહેતો હતો. એકવાર તેણે પોતાના શરીરને વધારવાનું નક્કરી કર્યું. અને આજે 45 કિલો વજન ધરાવતો સુનિલ અન્ય લોકોને બોડી કેવી રીતે બનાવી શકાય તેની ટીપ્સ અને એક્સેસાઇઝની ટ્રેનીંગ આપી રહ્યો છે. સુનિલને બોડી ગેન કર્યા બાદ ટીવી એડ કરવાની પણ ઓફર આવી હતી, જેમા તેણે એક એડ સૂટ પણ કરી છે. આજના સમયમાં લોકો સુનિલને ફોન કરીને તેની પાસેથી ટીપ્સ માંગી રહ્યા છે. સુનિલે divyabhaskar.comને કેવી રીતે બોડી બનાવી અને ડાયટ પ્લાન વિશે વાત કરી.....
 

સુનિલે જણાવી પોતાની પર્સનલ વાતો...

સુનિલ શુધ્ધ શાકાહારી છે એટલે તેણે પોતાનો ડાયટ પણ એજ રીતે બનાવ્યો હતો.
સુનિલના કહેવા પ્રમાણે શાકાહારીમાંથી પ્રોટીન મેળવવું ખૂબજ મુશ્કેલ ભર્યુ હોય છે.
ડાયટ પ્રમાણે જેટલું પ્રોટિન મળવું જોઇએ તે પ્રમાણે સુનિલ આહાર લે છે.
શરૂઆતમાં કસરત અને ડાયટ શરૂ કર્યા બાદ થોડી થોડી ઇફેક્ટ દેખાવવા લાગી.
સુનિલના કહેવા પ્રમાણે જો તે એક દિવસ પણ ડાયટ કે કસરત ના કરે તો તેને ગમતું નથી.
સુનિલને પાતળામાંથી માર્શલ બોડી બનાવતા 6 મહિના જેટલો સમય થયો હતો.
સુનિલના કહેવા પ્રમાણે બોડીને સરખા સેપમાં લાવા માટે મનમક્ક્મની સાથે ધૈર્ય રાખવું પણ જરૂરી છે.
બોડી ગેન તમારા ડાયટ પર નિર્ભર છે જેટલો તમારો ડાયટ સારો હશે એટલી જલ્દી ઇફેક્ટ મળે છે.
શરીરને જેટલુ વધારે ન્યૂટ્રેસન મળશે ત્યારે જ સારા પ્રમાણમાં બોડી ગેન થશે.
સુનિલ જીમમાં 2 કલાક સેક્સેસાઇઝ કરે છે, 6 પેક એપ્સ બનાવામાં 8થી12 મહિનાનો સમય લાગ્યો હતો.
2002થી શરૂ કર્યુ હતું જીમ શરૂ, હાલમાં ફિટનેસ ટ્રેનર તરીકે લોકોને ટિપ્સ પુરી પાડે છે.
હાલમાં એક્સેસાઇઝ તેની લાઇફનો પાર્ટ બની ગઇ છે, એક્સરસાઇઝ તેની હાફ ગર્લફ્રેન્ડ છે.
બોડી બન્યા બાદ સુનિલને મોડલીંગની પણ કરેલું છે, અને એક ટીવી એડ પણ કરેલી છે.
 
આગળ ક્લિક કરીને જુઓ સુનિલની માર્સલ બોડીની ખાસ તસવીરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Palanpur young guy sunil gain his body and share his diet plan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended