Home »Gujarat »Gujarat Ni Gupshup» Gujarat Known Kathakaar Morari Bapu Ramkatha Held In Abu Dhabi

આરબમાં ચાલી હતી રામકથા, માત્ર કથા નહીં સ્પિરિચ્યુઅલ સ્પિચ ગણાવી

divyabhaskar.com | Sep 30, 2016, 20:40 PM IST

અમદાવાદઃઆરબ કન્ટ્રી કે અબુ ધાબીનું નામ આવે એટલે સ્વાભાવિક રીતે જ આપણને મુસ્લિમ રાષ્ટ્રની યાદ આવે. પરંતુ યુએઈમાં પણ કેટલાંક ગુજરાતીઓ વસે છે અને પોતાની ધાર્મિકતાને સાચવીને ઉજાગર કરતા રહે છે. ગુજરાતનાં જાણીતા કથાકાર મોરારી બાપુ દેશ વિદેશમાં જઈને રામકથા થકી સૌને માનવતાનો સંદેશો પાઠવી રહ્યા છે. ત્યારે આપણા માનસપટ ઉપર મુસ્લિમ રાષ્ટ્રની છાપ છોડી જતા અબુધાબીમાં હમણાં જ મોરારજી બાપુની રામકથા સંપન્ન થઈ. મુળ અમદાવાદનાં પરિવારની માતા-પુત્રી દ્વારા આ કથાનું આયોજન અબુધાબીની સુપ્રસિધ્ધ હોટેલ અરબ એમિરેટ પેલેસમાં કરવામાં આવ્યું હતું.
 
મોરારી બાપુએ કહ્યું- આઈ ફીલ વેરી પીસ હિઅર તો સામેથી પ્રિન્સનો જવાબ હતો 'બિકોઝ રામકથા ઈઝ હિઅર'
 
કથા દરમિયાન માત્ર ગુજરાતી કે હુન્દુ પરિવારો જ નહીં પરંતુ સ્થાનિક મુસ્લિમ સંપ્રદાયનાં ઘણાબધાં લોકો આ રામકથામાં જોડાયા. સ્થાનિક અગ્રણીઓ પણ સહજભાવે કથામાં ઉપસ્થિત રહ્યા. અહીંની ખ્યાતનામ હોટેલ એમીરાત પેલેસમાં યોજાયેલી કથામાં જય સિયારામનાં નારા લાગ્યા. મોરારી બાપુએ પોતાની માતૃભાષામાં જીવંત ઉદાહરણો તથા દાખલા દલીલો સાથે કિષ્કિન્ધાકાંડનું રસપાન કરાવ્યું હતું. કથામાં રમૂજ સાથે શીખ આપતાં કહ્યું, ' જીવનમાં એન્જોય કરે એને કદી એન્જીયોગ્રાફી કરાવવી નથી પડતી'. જ્યારે વડિલો અને સદગુરૂ માટે ' દંડવત્ એ કેવળ શારિરીક પ્રક્રિયા નથી, માનસિક પ્રક્રિયા પણ છે..' એમ તેમણે કહ્યું હતું.
 
બાપુએ વ્યસપીઠ ઉપરથી ઉરી એટેકને યાદ કર્યો
 
રામકથામાં સામેલ થયેલા જીગ્નેશભાઈ પંચાલે જણાવ્યું કે, ઉરીમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા જ્યારે હુમલકો કરવામાં આવ્યો ત્યારે અબુધાબીમાં બાપુની રામકથા ચાલતી હતી. અને જ્યારે બાપુને આ ઘટનાની જાણ થઈ ત્યારે વ્યાસપીઠ ઉપરથી તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધીને કહ્યું હતું કે- ‘આ આંતરરાષ્ટ્રિય કક્ષાનો પેચીદો પ્રશ્ન છે અને તેનો સૌએ સાથે મળીને જેમ બને તેમ જલ્દી ઉકેલ લાવવો જોઈએ.’ જીગ્નેશભાઈએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં બનેલી આ ઘટના સંદર્ભે આરબ દેશમાં કોઈને ભનક પણ નહોતી. આતંકવાદનો ખૌફ માત્રને માત્ર એશિયન કન્ટ્રિઝમાં જ જોવા મળે છે. જો ખરેખર મુસ્લિમ ધર્મને સમજવો હોય તો ખરેખર એક વખત આરબ કન્ટ્રિઝની મુલાકાત કરવી જ જોઈએ.
 
વધુ તસવીરો જૂઓ આગળની સ્લાઈ઼્સમાં....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat known Kathakaar Morari Bapu ramkatha held in abu Dhabi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext