Home »Gujarat »Gujarat Ni Gupshup» Photo Of Malbork Fort Poland - 2011

યુરોપના આ કિલ્લાની ભવ્યતા તમને આંખે ઉડીને વળગશે

Kalpesh Gurjar, Malbork(Poland) | Sep 05, 2012, 00:16 AM IST

- પોલેન્ડના માલબોર્ક શહેરમાં આવેલા ઈટોથી બનેલા કિલ્લાને જોવા દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે
- નોગત નદીના કાંઠે બનેલા સંકુલમાં ત્રણ ભવ્ય કિલ્લાઓ પ્રવાસીઓને આકર્ષે છે
- યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજની યાદીમાં કિલ્લાનો સમાવેશ


malbork_300પોલેન્ડના એલબ્લોંગ શહેરથી માત્ર ૪૦ કિ.મીના અંતરે આવેલું માલબોર્ક યુરોપના ગણ્યાં ગાંઠ્યા ઈટોમાંથી બનેલા કિલ્લાઓનો ભવ્ય વારસો ધરાવે છે. નોગત નદીના કિનારે બનેલા આ કિલ્લાને તેરમી સદીના સીત્તેરમાં દાયકામાં તુતોનિક પર્સિયન રાજાઓએ બનાવ્યો હતો.

કિલ્લાની રચના જોતા તેને ત્રણ ભાગમાં વહેચી નાખવામાં આવ્યો છે. મોન્ટેસરી તરીકે ઓળખાતો સૌથી ઉપર નો ભાગ, મિડલ કેસ્ટલ તરીકે ઓળખાતો મધ્ય ભાગ અને ફોર કાસ્ટ તરીકે જાણીતો પાયાનો ભાગ. રાજ્યના રજવડાઓ તથા વહીવટી વિભાગના અધિકારીઓ મિડલ કેસ્ટલમાં બિરાજમાન થતા હતા.

આ કિલ્લો રાજકીય, આર્થિક, લશ્કરી અને ધાર્મિક દ્રષ્ટીએ યુરોપનું કેન્દ્ર બની રહ્યો હતો. ૧૪૫૭માં પર્સિયન રાજાઓએ આ કિલ્લાને પોલેન્ડના રાજા કિંગ કાશીમીરને હસ્તગત કરી દીધો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કિલ્લાને ભારે નુકશાન થયું હતું. ૧૯૯૭માં માલબોર્કના કિલ્લાના આખા સંકુલને યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આજે દુનિયાભરમાંથી સહેલાણીઓ માલબોર્કના કિલ્લાની મુલાકાત લેવા આવે છે. માલબોર્કના કિલ્લા તથા માલબોર્ક શહેરની કેટલીક તસ્વીરો અત્રે પ્રસ્તુત છે.

તમામ તસ્વીરો : કલ્પેશ ગુર્જર , માલબોર્ક , પોલેન્ડ



(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photo of Malbork Fort Poland - 2011
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended