Home »Gujarat »Gujarat Ni Gupshup» Kutch White Rann Is One Of The Best Palace Of Gujarat

હનીમૂન માટે બેસ્ટ બની રહ્યું છે ગુજરાતનું આ સ્થળ, શાંતિ સૌંદર્ય ને સંસ્કૃતિ છે તેના ઘરેણા

divyabhaskar.com | Apr 22, 2017, 00:10 AM IST

  • સફેદ રણમાં વિદેશી પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે
અમદાવાદ: કચ્છના રણનો સમાવેશ ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવામાં આવતા સ્થળોમાં થાય છે. તે તેની વિશાળતા અને સુંદરતાના કારણે વિશ્વભરમાં જાણોતો બન્યો છે. હાલની વાત કરીએ તો જ્યારે પણ કોઇ વિદેશી પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે કચ્છના રણે જરૂર જાય છે, અહી તેમને ગુજરાતની પરંપરા, સંસ્‍કૃતિ અને ભાવના સાથે સાથે કલાત્‍મક વારસાઓનો પ્રતિક જોવા મળે છે. કચ્છમાં રણ ઉત્સવ સમયે તો મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. લાખોની સંખ્યામાં લોકો અહી ઉમડી પડે છે. તે સિવાય હવે તો હનિમૂન અને મિની પિકનિક માટે કચ્છ દિવસે ને દિવસે હાઉસ ફૂલ થતું જોવા મળે છે. અહીં શિલ્‍પ કૌશલ્‍યો, મહેલો, કિલ્‍લાઓ, રંગબેરંગી ગામડા, મનમોહક વસ્‍તી, સમુદ્ર કિનારો, પક્ષીજીવન અને હસ્‍તશિલ્‍પ આવેલા છે, જે તેમના હોલી ડેને રોમાંચક બનાવી દે છે. સાંજના પ્રકાશમાં વિશ્વસ્‍તરીયે તંબુ, ગામડા, સુંદર, સફેદ રણનું સુંદરતા પ્રવાસીઓને અભિભૂત કરી નાખે છે. ચાંદના પ્રકાશમાં ઉંટની પીઠ પર બેસીને રણ પ્રવાસ, એક સાંસ્‍કૃતિ કાર્યક્રમનો આયોજન રાત્રે કરવામાં આવે છે. આજે તેમને એવી જ અમુક તસવીરો બતાવી રહ્યા છે જેને જોઇ તમે પણ આ સુંદરતાથી ભરેલા સ્થળની મુલાકાત જરૂર લેશો....
આગળ જુઓ કચ્છના રણ અને આસપાસની અદભૂત તસવીરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kutch white rann is one of the best palace of gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended