Home »Gujarat »Gujarat Ni Gupshup» Know About Sharp Shooter Raju Chawla Who Has Killed Human Hunter Female Bear

કહાણી પાલનપુરના શાર્પશૂટરની: મોકડ્રીલ દરમિયાન થઇ ગયું હતું Real ફાયરિંગ

Karnal. KumarDushyant, Ahmedabad | Mar 25, 2017, 01:24 AM IST

  • આતંકવાદી મોકડ્રીલ વખતની ફાઇલ તસવીર
અમદાવાદ:એક જાણીતિ ગુજરાતી કહેવત છે કે સાહસ વિના સિદ્ધિ નહી એટલે કે કોઇપણ સિદ્ધી પ્રાપ્ત કરવા માટે સાહસ ખેડવું જરૂરી છે. આજે અમે એક એવા શાર્પશુટર વિશે જણાવીશું જેણે જીવનના જોખમે એકપળ વિચાર્યા વિના નરભક્ષી રીંછને ફક્ત ચાર ફૂટના અંતરેથી બંદૂકે દઇ દીધું. આટલા નજીક અંતરેથી કોઇ જંગલી પ્રાણીનો સામનો કરવા વિશે કલ્પના કરતાં પણ ધ્રૂજારી છૂટી જાય છે. રાજુ ચાવલાએ divyabhaskar.com સાથે વાત કરતાં સમગ્ર ઘટના વિશે સંપૂર્ણ માહિતી શેર કરી હતી. 

ગત રવિવારે એટલે કે 12 માર્ચ 2017ના રોજ દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં વનકર્મચારી અને બે આદિવાસી યુવકોને ફાડી નાંખનારા તેમજ ચાર જણાને ગંભીર રીતે ઘાયલ કરનારા રીંછને શોધવા માટે તંત્ર દ્વારા છેલ્લા ચાર કલાકથી રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી દાંતા પંથકમાં આતંક મચાવનાર નરભક્ષી માદા રીંછ પકડાઇ ન હોવાથી ગ્રામજનોમાં ખૌફ અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. લોકોએ તંત્રની ગાડીઓની હવા કાઢી નાખીને ગાડી સળગાવી નાખવાની ધમકી આપી હતી. ગ્રામજનોમાં એટલી હદે આક્રોશ ભભૂકેલો હતો તેમણે તંત્રના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો નરભક્ષી રીંછ પકડાશે નહી તો જંગલમાંથી કોઇ જીવતું પાછું ફરશે નહી. આવી કપરી પરિસ્થિતીમાં રાજુ ચાવલાએ ગ્રામજનોને સમજાવ્યા અને વચન આપ્યું કે કોઇપણ ભોગે હું રીંછને પકડી પાડીશ.  

બુધવારે સવારે 10.26 મીનિટે જુદીજુદી ત્રણ ટીમો રીંછના ઠેકાણા તરફ જીવિત યા મૃત અવસ્થામાં ઝબ્બે કરવા રવાના થયા હતા. દરમિયાન સાંજે 4:45 કલાકે ટ્રેપીંગ કેમેરા ફીટ કરવા આધુનિક શસ્ત્રો અને કમાન્ડો સાથેની ટીમ બનાવ સ્થળે પહોંચે તે પહેલા એકાએક કરમદીના ઝાડમાં સંતાયેલુ રીંછ નજરે પડ્યું હતું. રીંછ અને પોલીસ શાર્પશૂટર રાજુ ચાવલા વચ્ચે માત્ર એક મોટો પથ્થર હતો અને બંને વચ્ચે માત્ર 4 થી 5 ફૂટનું અંતર હતું. એ ક્ષણે સાક્ષાત મોત તેમની સામે હતું. રીંછ ખુબ જ આક્રમક હતું જેથી નરભક્ષી રીંછ ગમે ત્યારે ઘાતક હુમલો કરીને પ્રાણ પંખેડૂ ઉડાવી શકતું હતું. બીજી જ ક્ષણે રીંછે તેનું મોઢુ ઉંચુ કરતાં જ પોલીસ કમાન્ડો રાજુ ચાવલાએ ઉપરા-ઉપરી ગોળીઓ ધરબી દઇ આતંક ફેલાવનારી રીંછને મોતને ઘાટ ઉતરી દીધી હતી. અને આખરે રાજુ ચાવલાએ દિલધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું.  

જુદીજુદી ત્રણ ટીમો દ્વારા રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું
જંગલી રીંછને ઝબ્બે કરવા વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ, રેસ્કયૂ ટીમ, ગાંધીનગર રેસ્કયૂ સહિત પોલીસના શાર્પ શુટર બ્લેક કમાન્ડો, 2 ટ્રંન્કવીલાઇઝર ગન, ટીયરગેસના સેલ, ભાલા સહિત ધારદાર હથિયારોની ટીમ જુદી-જુદી ત્રણ ટીમ દ્વારા રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું.

આગળ વાંચો: કોણ છે રાજુ ચાવલા
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about sharp shooter Raju Chawla who has killed human hunter female bear
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended