Home »Gujarat »Gujarat Ni Gupshup» Kachholi Is Unknown Picnic Place On Gujarat-Rajasthan Border

અજાણ હશો ગુજરાતની સરહદે આવેલા આ સ્થળથી, એકલા ફરવામાં છે ખતરો

divyabhaskar.com | Mar 06, 2017, 06:19 AM IST

  • ચોમાસાની ઋતુમાં કુદરતી રીતે ફૂટી નિકળતાં ઝરણાનો નજારો અદભૂત હોય છે.
અમદાવાદ:હરવું ફરવું એ ગુજરાતીઓમાં સ્વભાવમાં વણાયેલું છે. વેકેશન હોય કે પછી વિકએન્ડ ગુજરાતીઓ રજાને માણવાનું ચૂકતા નથી. ત્યારે આજે અમે ગુજરાતની સરહદે આવેલા એક Unknown સ્થળ વિશે માહિતીગાર કરીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હતા. અહીં જવા માટે તમારા બસ, ટ્રેન અથવા ખાનગી વાહન દ્વારા આબુરોડ જવું પડશે. અને પછી ત્યાં આબુરોડ અને શિવગંજ ટોલનાકા ઉતરીને કાછોલી જવા ખાનગી વાહનનો સહારો લેવો પડશે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા કાછોલી વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. અહીં રાજસ્થાન તથા ગુજરાતના પ્રવાસીઓ વન-ડે પિકનીકની મજા માટે છે. 

કાછોલી એ કુદરતની અનમોલ ભેટ છે. અહીં ચોરતરફ લીલાંવૃક્ષો અને ઝરણાં આવેલા છે. શ્રાવણ મહિનામાં અહીં લોકોની ભારે ભીડ રહે છે. ડુંગર પર એક નાનકડું મંદિર આવેલું છે. અને આ કાછોલીના આ જંગલમાં રિંછો અને જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. આ સ્થળ એટલું બધુ જાણીતું બન્યું ન હોવાથી અહીં સુવિધાઓ નથી. માટે સાંજ પડતાં અહીંથી નિકળી જવામાં શાણપણ છે. 

વન-ડે પિકનિક વખતે તમે ઘરેથી જમવાનું લઇ જઇ શકો છો. ત્યાં આસપાસ કોઇ જ જમવા કે રહેવાની વ્યવસ્થા નથી. અહીં લોકો કુદરતના ખોળે મનમૂકીને ઝરણાંઓમાં ધબાકા મારવાનો આનંદ માણે છે. ઠેર-ઠેર પર્વતોની ગિરિમાળામાંથી ઝરણાંના ધોધ વહે છે. પથ્થરોમાંથી પડતા ઝરણાંનો નજારો મનમોહી લે છે. એકસમયે એવું લાગે છે કે તમે સાઉથના કોઇ વિસ્તારમાં મજા માણી રહ્યાં છે. 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kachholi is Unknown Picnic place on Gujarat-Rajasthan Border
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended