Home »Gujarat »Gujarat Ni Gupshup» This Top Museum Is Tourism Attraction In Gujarat

આ છે ગુજરાતનાં મ્યુઝિયમો: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે આ ભવ્ય વારસો

divbhaskar.com | May 18, 2017, 22:48 PM IST

અમદાવાદઃ વિશ્વના ભવ્ય અને ઐતિહાસિક વારસાને જાળવવાનું ઉમદા કામ મ્યૂઝિયમ(સંગ્રહાલયો) દ્વારા કરવામાં આવે છે, સંગ્રહાલયોના આ પ્રસંશનિય કાર્યને બિરદાવવા માટે દર વર્ષે 18મી માર્ચે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં અનેક મ્યુઝિયમો આવેલા છે જ્યાં આ ભવ્ય વારસાને સાચવવામાં આવેલો છે, દેશમાં આવેલા મ્યુઝિયમોની વાત કરીએ તો મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજું સ્થાન ધરાવે છે. રાજ્યમાં નાના-મોટા એમ થઇને અંદાજે 26 જેટલા સંગ્રહાલયો કાર્યરત છે, જેમાં 18 સૌથી વધારે જાણીતા છે. 
 
ગુજરાતના સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપે છે. ગુજરાતે છેલ્લા ઘણા વર્ષોમાં અનોખી પ્રગતિની કેડી કંડારી છે, જેનાં ફળ સ્વરૂપે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાત તરફ ખેંચાઈ આવે છે.  ગુજરાતમાં આવતા પ્રવાસીઓ ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલીથી પ્રભાવિત થાય છે અને ગુજરાતના આ જ મ્યુઝિયમોએ જાળવી રાખેલા વારસો તેમાં ચાર ચાંદ લગાવે છે. દિવ્યભાસ્કર ડોટ કોમ આ નિમિતે ગુજરાતના કેટલાક મ્યુઝિયમો અંગેની આછેરી માહિતી આપી રહ્યું છે.  
 
ગુજરાતમાં આવેલા મ્યુઝિયમ
૧. બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા
૨. કચ્છ સંગ્રહાલય, ભુજ
૩. વોટ્સન સંગ્રહાલય, રાજકોટ
૪. જુનાગઢ સંગ્રહાલય, સક્કરબાગ, જુનાગઢ
૫. દરબારહોલ સંગ્રહાલય, દિવાનચોક, જુનાગઢ
૬. પ્રભાસપાટણ સંગ્રહાલય, સોમનાથ (વેરાવળ)
૭. બાર્ટન સંગ્રહાલય, ગાંધી સ્મૃતિ ભવન, ભાવનગર
૮. પુરાત્તવીય સંગ્રહાલય, જામનગર
૯. લેડી વિલ્સન સંગ્રહાલય, ધરમપુર (વલસાડ)
૧૦. વડનગર સંગ્રહાલય, વડનગર(મહેસાણા)
૧૧. સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય, બારડોલી
૧૨. સાપુતારા સંગ્રહાલય, સાપુતારા
૧૩. શામળાજી સંગ્રહાલય, શામળાજી(સાબરકાંઠા)
૧૪. છોટાઉદેપુર સંગ્રહાલય, છોટાઉદેપુર
૧૫. પાટણ મ્યુઝિયમ, પાટણ(સિદ્ધપુર)
૧૬. પોરબંદર મ્યુઝિયમ, પોરબંદર 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ગુજરાતના ટોપ સંગ્રહાલયો વિશે......
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this top museum is tourism attraction in gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended