Home »Gujarat »Gujarat Ni Gupshup» Historical Place Of Polo Forest At Gujarat

એક ક્લિક કરી નિહાળો જંગલનો અદભૂત નજારો, રજાના દિ'એ આવો હોય છે માહોલ

divyabhaskar.com | Mar 21, 2017, 01:18 AM IST

અમદાવાદ:એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સીઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે. નેચર પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો.

પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે, અને તમને અહીં રોકાવાનું મન થશે, જોકે આપ અહીં રોકાઇ નહીં શકો કારણ કે અહીં એવી કોઇ વ્યવસ્થા નથી.

આગળ ક્લિક કરીને જુઓ પોળોના જંગલની ખાસ તસવીરો...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Historical place of polo forest at Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended