Home »Gujarat »Gujarat Ni Gupshup» Gujarat Birthday: Check Out How Look Like Gujarat From Sky

જુઓ આકાશમાંથી Gujaratનો અફલાતુન નજારો, તમે ક્યારેય નહીં જોયો હોય

divyabhaskar.com | May 01, 2017, 16:55 PM IST

અમદાવાદ: આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તમે ગુજરાતની મુસાફરી તો કરી હશે. ગુજરાતનાં ઘણાં સ્થળો તમે જોયાં હશે અથવા તો તેના વિશે કોઈની પાસે સાંભળ્યું પણ હશે. વિવિધ માધ્યમો દ્વારા તમે ગુજરાતની તસવીરો પણ જોઈ હશે. સોશિયલ મીડિયામાં પણ ગુજરાતની ઝલક માણી હશે. પણ ક્યારેય આકાશમાંથી આપણું ગુજરાત કેવું લાગે છે એ વિચાર કર્યો છે? આકાશમાંથી જોતાં ગુજરાતનો નજારો કેવો લાગે એ ખ્યાલ છે? જો ન હોયું હોય તો આજે અમે તમને ગુજરાતનો એ નજારો બતાવીશું જે તમે ક્યારેય નહીં જોયો હોય. અવકાશમાંથી ગુજરાતનો નજારો અદભુત લાગે છે જેના અમે ચોક્કસ સ્થળ જ લીધાં છે. ગૂગલના માધ્યમથી ગુજરાતનો નજારો બતાવવામાં આવ્યો છે. જેમાં સાણંદ પાસે આવેલ ફોર્ડ કારનો પ્લાન્ટ, અમદાવાદ આઈઆઈએમનું નવું કેમ્પસ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, મુન્દ્રા પોર્ટ પર આવેલ ઓઈલ સ્ટોરેજ, કંડલા પોર્ટ પર આવેલ ઓઈલ ટેન્કર, ભાવનગર પાસે આવેલ સોલ્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ, સોલાર પ્લાન્ટ સહિતના ફોટો છે. divyabhaskar.comના વાચક રિતમે આ ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા.

ગુજરાતની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં જુઓ...
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat Birthday: Check out how look like gujarat from sky
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended