Home »Gujarat »Gujarat Ni Gupshup» Gangeshwar Mahadev Seashore Temple In Diu

ગુજરાતને અડીને આવેલું છે અદભુત સ્થળ: દરિયામાં થઈને જવું પડે છે દર્શન કરવા

divyabhaskar.com | Apr 28, 2017, 09:25 AM IST

  • દીવનાં ફુદમ પાસે પૂરાણ પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે
દીવ:દીવનાં ફુદમ પાસે પૂરાણ પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી હોવાનું મનાય છે. આ પાંચ શિવલીંગને સમુદ્રદેવ દરરોજ જલાભિષેક કરે છે. અરબી સમુદ્રનાં તટે આવેલ સંઘ પ્રદેશ દીવનાં ફુદમ ગામ નજીક પાંચ પાંડવોએ પાંચ શિવલીંગ સ્થાપિત ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણીક છે. અહીંયા દરરોજ સમુદ્રદેવ ખુદ પાંચ શિવલીંગને જલાભિષેક કરતા હોય ગંગેશ્વરનાં નામથી પ્રચલીત થયેલ છે.

પૌરાણીક કથાનુસાર જ્યારે પાંચ પાંડવ અજ્ઞાત વાસમાં હતા ત્યારે વનવાસ દરમિયાન ફુદમમાં સાંજ થઇ ચુકી હતી. પાંડવો શિવજીની પૂજા પછી જ ભોજન લેતાં હોય કોઇ શિવ મંદિર ન હોવાથી પાંચ પાંડવોએ પોતાની શક્તિ મુજબ પાંચ શિવલીંગનું સર્જન કર્યુ હતું. સમગ્ર વિશ્વમાં માત્ર અહીંયા જ પાંચ શિવલીંગનું મંદિર આવેલું છે. દુનિયાભરના મહાદ્વીપકલ્પોમાં આફ્રિકા પછી ભારતનો બીજો નંબર આવે છે. એમાં પણ ભારતના સમુદ્રકિનારાની પૂર્વ દિશાએથી શરૂ થઈને પશ્વિમ દિશાએ કચ્છ સુધીના દરિયાકિનારા ઉપર ઘણાં દ્વીપતીર્થો આવેલાં છે. મહાદ્વીપકલ્પ ભારતમાં સૌરાષ્ટ્રનો બીજો દ્વીપકલ્પ આવે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા ઉપર આવેલા રમણીય દીવ ટાપુ ઉપર આમ તો પોર્ટુગીઝ સંસ્કૃતિની છાંટ વર્તાય છે. 

મીઠુ પાણી મળે છે

આ પાંચ શિવલીંગની નજીક એક ખાડો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી પરત ચાલ્યુ જાય છે ત્યારે આ ખાડામાંથી મીઠુ પાણી પીવા માટે મળે છે. જે એક ચમત્કાર જ કહી શકાય. અહીંયા દર્શને આવતા દેશ-વિદેશનાં પર્યટકો એક અલગ પ્રકારનાં ભાવની અનુભુતી કરે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, ગંગેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gangeshwar Mahadev Seashore Temple in Diu
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended