Home »Gujarat »Gujarat Ni Gupshup» Family Of Narendrabhai Modi

નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયા છે? શું કરે છે?

Nisha Patel, Ahmedabad | Dec 21, 2012, 10:50 AM IST

છ ભાઈ-બહેનોના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા.

મધ્યમ વર્ગીય કુટુંબ હોવા છતાં, ઘરમાં બધાં જ ભાઈ-બહેનો સુશિક્ષિત છે.  મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી. નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.

એસએસસી બાદ ઘર છોડ્યા બાદ, નરેન્દ્રભાઈ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા.


તેમના ભાઈ બહેનો પણ અત્યારે ક્યાં છે અને શું કરે છે, જાણવા જુઓ આગળની તસવીરો........

(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: family of narendrabhai modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended