Home »Gujarat »Gujarat Ni Gupshup» Different Types Of Holi Celebrations In Gujarat

જાણો ગુજરાતની આ જગ્યાઓએ થાય છે અનોખી રીતે હોળીની ઉજવણી

divyabhaskar.com | Mar 13, 2017, 01:40 AM IST

અમદાવાદ:રંગોનો તહેવાર તરીકે ઓળખાતી હોળી દેશભરમાં મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશના દરેક રાજ્ય, જિલ્લા અને શહેરોમાં ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને ગુજરાતના એવા શહેરો અને ગામો વિષે જણાવી રહ્યાં છીએ કે, જ્યાં લોકો હોળી નથી મનાવતા તો કેટલીક જગ્યાએ પરંપરાગત ખાસડા યુદ્ધનું આયોજન કરે છે તો ક્યાંક પરંપરાગત હોળીના દિવસે ‘રા’નો વરઘોડો કાઢવાની પ્રથા છે. જાણો ગુજરાતમાં કેવા પ્રકારની અને કઇં રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે.
 
વિસનગરમાં ખાસડાયુદ્ધ યોજી કરે છે ધૂળેટીની ઉજવણી

વિસનગરમાં ધુળેટીના પર્વે પરંપરાગત ખાસડાયુદ્ધની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તમામ જ્ઞાતિના લોકો ખજુરથી ભરેલા ઘડાને મેળવવા એકબીજાને સામસામે ખાસડા મારી તહેવારની ઉજવણી કરે છે. વિસનગરના મંડી બજારમાં છેલ્લા 200 કરતાં પણ વધુ વર્ષથી ધુડેટીના પર્વે વહેલી સવારે પરંપરાગત રીતે ખાસડાયુદ્ધ યોજવામાં આવે છે. આ યુદ્ધમાં જેને ખાસડુ વાગે તેનું આખું વર્ષ સારૂ જતું હોવાની માન્યતાથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને એકબીજા ઉપર ખાસડા ફેંકી ખજુર ભરેલો ઘડો મેળવવાનો પ્રયાસ કરે છે.

આ તહેવાર ઉજવણી પાછળની વાયકા એવી છે કે હોળીમાં પ્રહલાદ બચી ગયો અને અશુરોનો નાશ થયો તેની ખુશીમાં અહીં એક-બીજાને સામસામે ગુલાલની સાથોસાથ ખાસડા પણ ફેંકવામાં આવે છે. મહત્વનું છે કે, એક દંતકથા પ્રમાણે વર્ષો પહેલા ખાસડાંયુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી. તે સમયે ગુજરાત પણ મુંબઇ રાજ્યમાં હતું. તે સમયથી વિસનગરમાં ખાસડાયદ્ધની પરંપરા ચાલી રહી છે. જે શહેરીજનોએ જાળવી રાખી છે. જોકે, હવે યુદ્ધમાં ખાસડાંનો ઉપયોગ ઓછો અને શાકભાજીનો ઉપયોગ વધુ થાય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, સંતાન પ્રાપ્તિ માટે ખાસડાનો હાર પહેરી ઊંધા ગધેડે નીકળતા ‘રા’!....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Different Types of Holi Celebrations in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended