Home »Gujarat »Gujarat Ni Gupshup» Celebration Of World Sparrow Day In Gujarat

એક સમયે કાનમાં સતત ગુંજતો અવાજ થઇ રહ્યો છે લુપ્ત, સૌનું લાડકુ છે આ પક્ષી

Ketan Panchal, Ahmedabad | Mar 20, 2017, 05:56 AM IST

અમદાવાદ:ગુજરાતના ઘર આંગણે આજથી એક દાયકા પૂર્વે ચકલીઓનો ચીં... ચીં....નો અવાજ ગુંજ્યા કરતો હતો પણ આજે રાજ્યમાંથી ચકલીની પ્રજાતિ જાણે લુપ્તતાના આરે છે. સતત ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. એક સમયે બાળગીતોમાં ખૂબ જ પ્રચલિત બનેલું બાળગીત ચકીબેન ચકીબેન... મારી સાથે રમવા આવશો કે નહીં. આ બાળગીત આજે યથાર્થ થઇ રહ્યું તેમ ચકલીઓને શોધવા આજે જંગલ વિસ્તાર તરફ જવું પડે છે. બની શકે કે આપણી આગામી પેઢી ચકલીઓના ફોટામાં નિહાળી શકશે. ઘટતી જતી ચકલીઓની સંખ્યાને લઇને અમુક એનજીઓ અને સામાજીક કાર્યકર્તા આગળ આવી રહ્યાં છે. તા. 20 માર્ચને ‘સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની વિશ્વ સ્તરે આજે ઉજવણી કરવામાં આવે છે. 

ચકલીઓને બચાવવા માટે સામાજીક સંસ્થાઓ સ્પેરો ડેના દિવસે ચકલી ઘર અને કુંડાનું વિરતરણ કરતી હોય છે. ત્યારે સામાન્ય માણસે પણ સજાગ બનાવાની જરૂર છે અને આવા લુપ્ત થતા પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટે પ્રયતનો કરવા જોઇએ. આજે વર્લ્ડ સ્પેરો ડેના દિવસે divyabhaskar.com તમને ચકલીઓની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરીશે.

સાણંદ નજીક ચાલતી સાધના ફાઉન્ડેશનના પ્રણેતા ગૌરવ ઠક્કર અને 35થી 40 યુવાનોની ટીમ દ્વારા 6 વર્ષથી આ સંસ્થાની કામગીરી કરવામાં આવી હતી. આ સંસ્થામાં તેઓ ચકલી બચાવવા માટે લોકોમાં જાગૃતા ફેલાય તે હેતુથી તેઓ લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ માત્ર સાણંદ જ નહીં પરતું અમદાવાદમાં વેજલપુર, પરિમલ ગાર્ડન અને જિવરાજ પાર્ક તેમજ આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને પેટલામાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આજે સાધના ફાઉન્ડેશન દ્વારા તા. 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેના દિવસે સાણંદ નજીક બકારાણા ગામા nssના સ્ટુડન્ટ સાથે ગામના ઘરે ઘરે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.
 
સાધના ફાઉન્ડેશન શું કામ કરે છે?

આ અંગે ગૌરવ ઠક્કરે જણાવતા કહ્યું કે, સાધના ફાઉન્ડેશનમાં 35થી 40 યુવાનો કામ કરી રહ્યાં છે અને તેઓ ચકલી બચાવ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતા ફેલાવવાનું કાર્ય કરી રહ્યાં છે. આ ફાઉન્ડેશનમાં તેઓ અલગ અલગ જગ્યાએ જઇને લોકોમાં પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરે છે અને લોકોને માહિતગાર કરે છે કે કેવી જગ્યાએ ચકલી ઘર લગાવવું જોઇએ જેથી ચકલીઓ તે જગ્યાએ આવીને ત્યાં ઇંડા મુકી શકે. અત્યાર સુધીમાં તેઓએ 4000 ચકલી ઘર અને 10000થી વધુ પાણીના કુંડાનું વિતરણ કર્યું છે. 

તસવીરો જોવા અને વધુ માહિત વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Celebration of World Sparrow Day in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended