Home »Gujarat »Gujarat Ni Gupshup» Animals Motherly Affection For Their Babies In Gujarat

મહારાણીની પીઠ પર બેઠું સિંહ બાળ, માતૃત્વ પ્રેમ દર્શાવતી ગુજરાતની તસવીરો

divyabhaskar.com | Apr 20, 2017, 09:53 AM IST

  • ગીર જંગલમાં સિંહણની પીઠ પર ઘોર નિંદ્રામાં બેઠેલું સિંહબાળ
અમદાવાદ:દુનિયાના કોઇપણ છેડે જાઓ જન્મ બાદ પોતાના અસ્તિત્વ માટે માતાનાં પડછાયા વગર ન ચાલે. પછી ભલેને એ કાળા માથાનો માનવી હોય કે વનમાં વિહરતા પ્રાણીના બચ્ચાં હોય. જનની ની જોડ સખી નહી જડે રે લોલ માતૃત્વની વેદના અને સંવેદનાને વ્યક્ત કરતી ગુજરાતી સાહીત્યની આ માવ્ય પંક્તિ માત્ર માનવી જ સાબીત કરતો હોય એવું નથી પરંતુ આ પંક્તિ પ્રાણીઓ પણ સાબીત કરતા હોય તેવું દ્રશ્ય પણ નજરે ચડ્યું. અહીં ઘણી એવી ગુજરાતના પ્રાણીઓની તસવીરો છે જેમાં પ્રાણીઓનો તેમના બચ્ચાં પ્રત્યે પ્રેમને દર્શાવી રહી છે. ગીર જંગલની મહારાણી સિંહણની પીઠ પર બેસી સલામતી અને માતૃત્વ પ્રેમનો એહસાસ કરતુ સિંહબાળ સાથે ઘોર નિંદ્રામાં છે કે કોની મજાલ છે કે કોઇ મારી પાસે ફરકી જાય. અને રોડ વચ્ચે જ નાનું ભૂલકાં જેવડું હરણું ભૂખ્યું થયું. માતા બચ્ચાંની ભૂખ વર્તી ગઇ. અને ત્યાંજ તેને સ્તનપાન કરાવવા લાગી. જ્યારે બચ્ચાને વ્હાલ કરતો પિતા, તો કોઇ જંગલના રીતિરીવાજથી બચ્ચાને અવગત કરાવે છે. 

પ્રાણીઓમાં માતૃત્વની ઝલક દર્શાવતી તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Animals Motherly Affection For Their Babies in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended