Home »Gujarat »Div-Daman City» Woman Ate Traps At Selvas Area

મોબાઇલ ચોરીનો આરોપ લગાવાતા મહિલાએ ફાંસો ખાધો

Bhaskar News, Selvas | Jan 17, 2017, 02:02 AM IST

  • મોબાઇલ ચોરીનો આરોપ લગાવાતા મહિલાએ ફાંસો ખાધો,  div-daman city news in gujarati
સેલવાસ:સેલવાસ મોર્ડન સ્કૂલની સફાઈ કર્મચારી પર મોબાઈલ ચોરીનો આરોપ લાગતા  ફાંસો લગાવી જીવન ટુૂંકાવ્યું હોવાની  ઘટના બનતા વમામલો બિચકાયો છે. મળેલી માહિતી પ્રમાણે ગત શનિવારે મકરસંક્રાતિના દિને સેલવાસ મોર્ડન સ્કૂલની સફાઈ કર્મચારી સોનલ અજય હરિજન (21) ને સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવ્યો હતો. જેમાં સોનલને સ્કૂલમાં આવવા જણાવ્યું હતું. સોનલ સ્કૂલ પર પહોંચી જોતા પ્રિન્સિપાલ મેડમ સાથે સેલવાસ પોલીસના હેડ કોન્સ્ટેબલ પણ હતા. સોનલને પૂછવામાં આવ્યું હતું કે, બે મોબાઈલ ખોવાયા છે. જે તને મળ્યા છેકે કેમ  ?.સોનલે મળ્યા હોવાની કબૂલાત કરતા બંને મોબાઈલ પરત કર્યા હતા.
 
સેલવાસની મોર્ડન સ્કૂલમાં સોનલ સફાઇ કર્મી તરીકે  નોકરી  કરતી  હતી
 
સોમવારે ફરીથી સોનલને સ્કૂલમાં બોલાવાઇ હતી. તે પછી સ્કૂલથી નીકળી બપોરે 1 થી 2 વાગ્યાના સુમારે  સોનલ ભુરકુળ ફળીયા નવા સર્કિટહાઉસ નજીક જંગલમાં એક ઝાડ પર પોતાના દુપટ્ટા વડે  ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી .સોનલ અને એની માતા મંજુલાબેન બંને વિધવા છે. તેમજ સોનલની 2 વર્ષની એક દીકરી છે. સોનલના મોતના સમાચાર મળતા માતા ભાંગી પડી હતી અને સોનલ સાથે શનિવારે બનેલી ઘટનાથી હરિજન સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો હતો.

સમાજના લોકોએ સ્કૂલના પ્રિન્સિપાલ અને સેલવાસ પોલીસના હેડ કોસ્ટેબલ પર આરોપ લગાવ્યો છેકે, તેમણે સોનલપર વધુ પડતું દબાણ કરતા સોનલે આત્મહત્યા કરી છે. જોકે સોનલ પાસેથી બે મોબાઈલ માળીઆવતાં પોલીસની શંકાના દાયરામાં સોનલ હતી. નોકરી છૂટી જવાના ભયથી સોનલે આત્મહત્યા કરી હોવાનું હાલ પોલીસનું અનુમાન છે. બીજી તરફ સોનલની માતા મંજુલાબેને પ્રિન્સિપાલ અને પોલીસ હેડ કોંસ્ટેબલના વધુ પડતા દબાણ કરતા સોનલે આત્મહત્યા કરી હોય એમ જણાવતા તપાસની માંગ કરી  છે. ખરેખર આ બનાવમાં શુ સત્ય હતું તે હાલ બહાર આવી શક્યુ નથી .  
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: woman ate traps at Selvas area
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended