Home »Gujarat »Div-Daman City» Vihal Tandan Arrested, Released On Bail At Daman

દમણ: વિશાલ ટંડેલની ધરપક્ડ,જામીન પર છુટકારો

Bhaskar News, Daman | Feb 18, 2017, 02:16 AM IST

  • દમણ: વિશાલ ટંડેલની ધરપક્ડ,જામીન પર છુટકારો,  div-daman city news in gujarati
દમણ:દમણના સાઇ વાઇનશોપના સંચાલક અને સાંસદના સાળા મનાતા પ્રમોદની ગુજરાત પોલીસે ગઇ કાલે ધરપકડ કરી હતી જેને પોલીસના જપતામાંથી દમણ ભાજપના વિશાલ ટંડેલ સહિત કેટલીક વ્યક્તિઓ છોડાવી જતા તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શુક્રવારે વિશાલ ટંડેલ દમણ પોલીસ મથકમાં હાજર થતા તેની ધરપક્ડ કરી કોર્ટમાં રજૂ કરાતા જામીન પર છુટકારો થયો હતો. બીજી તરફ દમણ વાઇન મર્ચન્ટ એશોસીયશન દ્વારા આજે ગુજરાત પોલીસના વિરોધમાં રેલી કાઢવામા આવી હતી. નાની દમણ ડાભેલથી વાહન રેલી કાઢી હતી.
 
ગુજરાત પોલીસે પકડેલા સાંસદના સાળાને છોડાવવાનો આરોપ હતો
 
આ રેલીમાં વેપારીઓ સહિ‌ત સાંસદ લાલુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ, કાઉન્સીલર સલીમ મેમણ, વિશાલ ટંડેલ, વાઇન ર્મચન્ડ એશોસીયશનના પ્રમુખ મહેશ પટેલ તથા સમર્થકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.વિશાલ ટંડેલે જામીન મેળવ્યા બાદ જણાવ્યુ કે ગત રોજ ગુજરાત પોલીસની 5 વાહનો દમણ ખાતે આવીને મારા ઘરમાં સર્ચ ઓપરેશન કરવામા આવ્યુ હતુ. કયા કારણસર સર્ચ કરવામા આવ્યુ છે તે ગુજરાત પોલીસે વિશાલ ટંડેલને જણાવ્યુ ન હતુ અને વધુમાં ગુજરાત પોલીસે વિશાલ ટંડેલનુ નામ દારુના પ્રોહીબેશન કેસમાં દાખલ કરી નાખવામા આવ્યુ હોવાની માહિ‌તી વિશાલ ટંડેલે આપી હતી. વિશાલે જણાવ્યુ કે પ્રમોદ ટંડેલને બચાવાના ગુનાસર ગુજરાત પોલીસ વેરની ભાવના રાખીને મારુ નામ દારુના હેરાફેરીના ગુનામાં જાણી જોઇને જોડી રહી છે તે તદન ખોટુ કહેવાય. આ રીતે ગુજરાત પોલીસ બદલો વારી રહી છે.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vihal tandan arrested, Released on bail at Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended