Home »Gujarat »Div-Daman City» Vapi Businessman Kidnapped Son In The Case Of The Arrest Of 7

વાપી: ઉદ્યોગપતિના પુત્રના અપહરણનો પોલીસે કર્યો પર્દાફાશ, 7ની ધરપકડ

Ketan Bhatt, Vapi | Mar 01, 2017, 15:45 PM IST

વાપી:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના  નરોલીમાં આવેલ બાબા બેદનાથ સ્પિનર્સ પ્રા. લી. નામની કંપનીના માલિકના પુત્રનું અપહરણ થયું હોવાની તા. 23મીએ ફરિયાદ દાખલ થઈ હતી. પુત્રના છૂટકારાના બદલે અપહરણકારોએ પરિવાર પાસે ફોન દ્વારા રૂપિયા 2 કરોડની ખંડણીની પણ માગ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થતાં  સેલવાસ પોલીસ પણ  દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં  પ્રમોદ શરાફના 26 વર્ષના પુત્ર ભરત શરાફનું અજાણ્યા લોકો તેની જ ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. 24મી ના રોજ વાપી નાનાપોંઢા રોડ પર દેગામ નજીકથી વેપારીના પુત્રની કાર બિનવારસી મળી આવી હતી. જેમાંથી લોહીના ડાઘ અને મોબઈલ સહિતની વસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
 
કંપનીમાં ભંગાર ઉપાડવાનો ઠેકો ધરાવનાર મુખ્યસૂત્રધાર

25મીની રાત્રે અપહ્યત ભરત શરાફ સેલવાસના બાવીસા ફળિયામાંથી નાટકીય રીતે મળી આવ્યો હતો. દાનહ પોલીસને આ મામલે સફળતા મળી છે અને અપહરણકાંડના મુખ્ય ભેજાબાજ વાલિદ એહમદ, સિરાજ નીઝામ્બુલ ખાન, ગોડવિન સ્ટીઓન રેમેડિસ આ ત્રણ આરોપી સેલવાસના છે તેમજ રાજસ્થાનના પાલીના રોહિત યરફા આકાશ, મુકેશ શુકલા, પ્રકાશ પ્રજાપતિ અને તેજેન્દર શિવપ્રકાશ શર્મા સાથે કુલ 7 આરોપીઓની ધરપકડ કરીને અપહરણકાંડનો પર્દાફાશ કર્યો છે.

એસપી પ્રમોદ મિશ્રા એસડીપીઓ કે રમેશ મનસ્વી જૈન સેલવાસ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સબ્સ્ટિ ક્રાઇમ બ્રાન્ચના કે.બી.મહાજન, અનિલ ટી કે તપાસ અધિકારી ડાયેસે આ માહિતીઆપી હતી. ડીઆઈજી મેઘના યાદવે અપહરણ કેસમાં સહિયોગ આપવા બદલ વલસાડ પોલીસ, નાસિક પોલીસ અને રાજેસ્થાન પોલીસનો આભાર માન્યો હતો. આરોપીને સેલવાસ કોર્ટમાં રજુ કરાયા છે જેઓને મેજિસ્ટેટ કસ્ટડી મળી હોવાનું જાણવા મળ્યું છે.
 
કંપનીમાંથી ભંગાર ઉપાડવાની નાપાડતા અપહરણ કર્યુ
 
આ સમગ્ર અપહરણકાંડનો મુખ્યભેજાબાજ સેલવાસના બાવીસા ફળિયા ખાતે રહેતા વાલીદઅહેમદ અને સિરાઝ નીઝામ્બુલ હોવાનું બહાર આવ્યું છે. અપહરણ કરવાનું મુખ્યકારણ વાલીદઅહેમદ પ્રમોદ શરાફની કંપનીમાં અગાઉ ભંગારનો માલ ઉપાડતો હતો. કોઇકારણથી કંપની માલિક સાથે અણબનાવ થતાં તેનો ભંગાર ઉપાડવાનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો. જેની અદાવત રાખી વાલીદઅહેમદે તેના સાગરિતો સાથે મળી આ સમગ્ર અપહરણ કાંડને અંજામ આપ્યો હતો. જોકે પકડાઇ જવાની બીકેના કારણે અપહરણ કરાયેલા ભરત શરાફને રૂમમાં પૂરી ભાગી ગયા હતાં.
  તસવીરો જોવા આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...

તસવીરો - કેતન ભટ્ટ, વાપી


(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vapi businessman kidnapped son in the case of the arrest of 7
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended