Home »Gujarat »Div-Daman City» Union Minister Of Air Force Aircraft Dispute In Daman

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી એરફોર્સનું વિમાન લઇને દમણ આવતા વિવાદ

Bhaskar News, Daman | Dec 22, 2016, 00:37 AM IST

  • કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી એરફોર્સનું વિમાન લઇને દમણ આવતા વિવાદ,  div-daman city news in gujarati
દમણ:કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહીર ગત 17 ડિસેમ્બરે દમણની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ એર-ફોર્સનું વિમાન લઇને દમણના કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ વાતને લઇને દેશની સુરક્ષા વ્યવસ્થાને નેવે મુકીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવી  દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ બાબતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે કમિટી રચીને  ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી કસુરવાર મંત્રી સામે પગલા ભરવાની રજુઆત કરી છે.
 
મંત્રીએ સુરક્ષા વ્યવસ્થાને નેવે મુકી દીધી મુકી હતી: કેતન પટેલ
 
દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ કમિટી પ્રમુખ કેતન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ને રજુઆત કરીછે કે, ભારત સરકારના ગૃહરાજ્ય મંત્રી હંસરાજ આહિ‌ર ગત 17 ડિસેમ્બરે એર ફોર્સના સુરક્ષિત અને સંવેદનશીલ ગણાતા એવા એર ક્રાફ્ટ લઇને દમણની મુલાકાતે આવ્યા હતા. દમણ કોસ્ટગાર્ડના એરપોર્ટ પર એર-ફોર્સના વિમાનની મુસાફરી કરી તેઓ દમણ ખાતે ઉતર્યા હતા. જે બાબત  ભારત સરકારના દિશા નિર્દેશ અને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ છે. દમણ દીવ પ્રદેશ ભાજપ પ્રભારી રઘુનાથ કુલકર્ણીને પણ એયર ક્રાફટ માં સાથે લઈને આવ્યા હતા.

કેતન પટેલનું માનવું એ છે કે, મંત્રીનુ આ કૃત્ય દેશની સુરક્ષા વ્યવસ્થા ની સાથે રમત તો છે જ સાથે સાથે પોતાના પદ નો દુરુપયોગ પણ છે. જે સરકાર બીજાને નૈતિકતાના પાઠ ભણાવે છે એના એક જવાબદાર મંત્રી આ રીતે પદ નો દુરુપયોગ કરી રહ્યા છે તે દુખની બાબત છે.બેદરકારી અને પદનો ખોટો ઉપયોગ થઇ રહ્યો હોવાથી આ બાબતેને સરકાર ગંભીરતાથી લઇને એક કમિટી બનાવી ઉચ્ચસ્તરીય તપાસ કરી કસુરવાર મંત્રીની સામે પગલા ભરવા જોઇએ જેથી કરી દેશની સુરક્ષા બાબતે કોઇ બાંધછોડ ન કરી શકે તે બાબતનું લોકોને ઉદાહરણ પુરૂ પાડી શકાય.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Union minister of Air Force aircraft dispute in Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended