Home »Gujarat »Div-Daman City» Two Youth Drowned Going To Die At Selvas

નહેરમાં મોં ધોવા જતા સાયલી ગામના બે યુવાનનું ડૂબી જતા મોત

Bhaskar News, Selvas | Jan 17, 2017, 02:12 AM IST

સેલવાસ:દાનહના સાયલી ગામના ચાર જેટલા યુવાનો રવિવારની રાજા માણવા મધુબન ડેમ ફરવા આવ્યા હતા. જેમાંથી બે યુવાનનું નહેર નજીક સીડી પર હાથ મોઢું ધોવા ગયા હતા જેમાં  એકનો  પગ લપ્સીજતાં નહેરમાં પડી ગયો હતો . જેને બચાવવામાં બીજો મિત્ર પણ તણાતા બંનેનું ડૂબવાથી મોત થયું હતું. પ્રાપ્ત વિગત મુજબ સાયલી ગામના અંધેર પાડા દિનેશભાઇ પટેલની ચાલમાં સાથે રહેતા એઝાઝ અહમદ અંસારી (21), ઇમરાન અહમદ અંસારી (18) સાથે બીજા મિત્ર દુર્ગેશ કુમાર અને દિનેશ રાય આ ચાર યુવાનો રવિવારની રજા માણવા મધુબન ડેમ ખાતે ફરવા ગયા હતાં. પરત ફરતી વેળાએ  અંધેર પાડા નજીક નહેરમાં એઝાઝ અંસારી હાથ મોઢું ધોવુંનો  કહી નહેરની સીડી પર ઉભો રહ્યો હતો.
 
એઝાઝને બચાવવામાં ઇમરાન પણ તણાઇ ગયો હતો

એ જોઈ ઇમરાન અંસારી પણ નહેરના પાણી નજીક ગયો હતો. એઝાઝ નહેર કિનારે ઉભેલા મિત્ર દુર્ગેશ ,દિનેશ અને  ઇમરાન ઉપર નહેરનું પાણી ઉડાવી રહ્યો હતો તેજ સમયે સીડી પરથી પગ લપ્સી જતા એઝાઝ નહેરમાં જઈ પડ્યો હતો.જેને બચાવવા નજીક ઉભેલા ઇમરાને હાથ આગળ કર્યો ત્યારે ઇમરાનનું બેલેન્સ બગાડતા તે પણ નહેરનાં ધસમસતા પાણીમાં પડી ગયો હતો. એ જોતા બીજા મિત્ર દુર્ગેશ અને દિનેશે બુમાબુમ કરી કરી હતી પણ નજીકમાં કોઈ હતું નહિ. થોડે દૂર એક મકાન દેખાતા બંનએે દોડીને મદદ માગતા લોકો દોડી આવ્યા હતા પણ નહેરના વહેણમાં એઝાઝ અને ઇમરાન તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ  પોલીસને કરતા હેડ કોસ્ટેબલ નટુભાઈ સોલંકીએ નહેર વિભાગને જાણકારી નહેરનું પાણી બંધ કરાવ્યુ હતું ત્યાર બાદ બંનેનો મૃત દેહ નહેરના એક પુલ નજીકથી બહાર કઢાયા હતા. મધુબન ડેમ ફરવા ગાયલા ચારે મિત્રો માંથી કોઈનેપણ તરતા આવડતું નહતું. એઝાઝ અંસારી  અને ઇમરાન અંસારી મૂળ ભિવંડી મહારાષ્ટ્રના રહીશ હતા જેવો જેવો આલોક માસ્ટર કંપનીમાં નોકરી કરતા હતા વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.
 
વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...


(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two youth drowned going to die at Selvas
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended