Home »Gujarat »Div-Daman City» Two Samples Were Tested Positive For Bird Flu, Fever In Daman

દમણમાં બર્ડફ્લુના બે સેમ્પલ પોઝીટીવ આવતા દોડધામ

Bhaskar News, Daman | Jan 08, 2017, 03:01 AM IST

દમણ:દમણ જિલ્લામાં H5 N1 બર્ડ ફ્લુના બે સેમ્પલ પોઝીટીવી આવ્યા છે. જેના કારણે સમગ્ર જિલ્લાને સર્વેલન્સ ઝોન જાહેર કરી જીવીત પક્ષી ખાસ કરીને મરઘી, ઇંડાના વેચાણ, હેરફેર અને સંગ્રહ કરવામાં આવતા ઉપરોકત તમામ રોગ ફેલાવનાર પક્ષીઓને 30 દિવસ સુધી સંપૂર્ણ પણે બંધ કરી નાંખવામાં આવ્યા છે. રાત્રે 9-00 કલાકે દમણના કલેકટર વિક્રમસિંગ મલિકે તાત્કાલિક એક ઇમરજન્સી બેઠક તેમની ચેમ્બરમાં બોલાવી હતી.
 
દમણ જિલ્લાને પ્રતિબંધક ઝોન જાહેર કરવામાં આવ્યો

જેમાં ડેપ્યુટી કલેકટર કરણજીત વડોદરિયા, ડેપ્યુટી કલેકટર કૃષ્ણકુમાર, વેટરનરી ડો. સાપ્રા, મામલતદાર ધર્મેશ દમણીયા, પીઆઇ સોહિલ જીવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર વિક્રમસિંગ મલિકે માહિતી આપતા જણાવ્યું કે, દમણમાં બે સેમ્પલ બર્ડફ્લુના પોઝીટીવ આવ્યા હોવાથી રેપીડ રિસ્પોન્સ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. કડૈયા ગ્રામ પંચાયતને ઇન્ફેકટેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two samples were tested positive for bird flu, fever in Daman
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended