Home »Gujarat »Div-Daman City» Smitesh Patel Became The First Pilot In Daman

આ છે દમણનો ફર્સ્ટ પાઇલોટ, લાંબી ઉડાન ભરી સ્મિતેશે કર્યું પ્રદેશનું નામ રોશન

Bhaskar News, Daman | Dec 26, 2016, 03:35 AM IST

દમણ:દમણના સ્મિતેશ ગિરીશ પટેલે પ્રદેશનો પેહલો પાયલોટ બનીને આખા દીવ-દમણનું નામ રોશન કર્યુ છે. સ્મીતેશ પટેલે પુનામાં પોસ્ટ ગ્રેજયુટ કર્યા બાદ બારામતીની કારવેર એવિએશનથી પાયલોટની ટ્રેનિંગ લીધી હતી. રવિવારે બારામતી એરપોર્ટથી દમણ એરપોર્ટ સુધી લાંબી ઉડાન ભરતા સ્મિતેશ પટેલ દમણ પહોંચ્યો હતો. એમની સાથે એમના ટ્રેનર ભાવિન પણ સાથે હતા. દમણ એરપોર્ટ પર સ્મીતેશ પટેલના પિતા ગિરીશ પટેલ, માતા પદમા પટેલ, બહેન ઉર્જા‍લી પટેલે સ્વાગત કર્યુ હતું.
 
બારામતી એયરપોર્ટથી લાંબી ઉડાન ભરી દમણ આવ્યો
 
સ્મીતેશે સાથે વાતચીતમાં જણાવ્યુ કે, માતા પિતા અને ગુરૂના આર્શીવાદ અને દમણ દીવની પ્રજાની દુઆઓથી પાયલોટ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમણે વધુમાં જણાવ્યું કે, મને એ વાતની ખુશી છેકે, મારા પાયલોટ બનવા પછી દીવ-દમણના અન્ય યુવાઓને પણ પ્રેરણા મળશે. વધુમાં જણાવ્યું કે, આત્મ વિશ્વાસથી સપના પૂરા થાય છે. ગૌરતલબ છે કે સ્મીતેશ પટેલ શાયદ દમણ દીવના પહેલા યુવા છે જેણે પાયલોટની ટ્રનિગ લીધી છે. બારમતીથી દમણ અયરપોર્ટ સુધી અને દમણ એરપોર્ટથી બારામતી એયરપોર્ટ સુધી લાંબી ઉડાન ભરીને સ્મીતેશ પટેલ ને પોતાની કાબિલિયતનું પરિચય આપ્યો છે.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Smitesh Patel Became The First Pilot in Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended