Home »Gujarat »Div-Daman City» Selavas Ribes Rallied To Forest Land

સેલવાસમાં આદિવાસીઓએ જંગલ જમીન માટે રેલી કાઢી

Bhaskar News, Selvas | Jan 11, 2017, 02:28 AM IST

  • સેલવાસમાં આદિવાસીઓએ જંગલ જમીન માટે રેલી કાઢી,  div-daman city news in gujarati
સેલવાસ:સેલવાસમાં આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા મંગળવારના રોજ રેલી કાઢવામાં આવી હતી જેમાં અંદાજે 1500થી વધુ લોકોએ રેલીમાં જોડાયા હતા આ રેલી સેલવાસ સ્ટેડિયમથી નીકળી સચિવાલય ખાતે આવી હતી જ્યાં આ રેલીમાં જોડાયેલા લોકોએ રસ્તા પર બેસી જઈ પોતાની માંગણી અંગે સુત્રોચ્ચારો કર્યા હતાં.
 
1500થી વધુ લોકોએ રસ્તાપર બેસી જઇ સૂત્રોચ્ચાર કર્યા

આ રેલી બાબતેની જાણ થતા સેલવાસ આરડીસી સૌમ્યા મેડમ,મામલતદારટી.એસ.શર્મા,એસપી પ્રમોદકુમાર મિશ્રા,એસડીપીઓ મનસ્વી જૈન,સેલવાસ ચોકી ઇન્ચાર્જ દેવસ્ય સબાસ્ટીયન સહીત અન્ય અધિકારી પોહચી લોકોને સમજાવવાની કોશિશ કરી હતી બાદમાં રેલીમાં જોડાયેલ આગોવાનો દ્વારા પ્રસાશક પ્રફુલભાઇ પટેલની મુલાકાત લઇ એમની માંગણી અંગે જાણકારી આપી હતી એમના પ્રશ્નો સાંભળી પ્રશાશકે જણાવ્યું કે જંગલ જમીનમાં જેઓનું કાયદેસરનું હશે તેઓને જલ્દીથી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી બાકી કામ છે એ જલ્દી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. અને દરેકને એમનો જંગલ જમીનનો હક્ક પ્રાપ્ત થશે.પ્રસાશકના આશ્વાશન બાદ તમામ ચાલ્યા ગયા હતા.
 
ઉલેખ્ખનીય છે કે સંઘ પ્રદેશ દાનહમાં છેલ્લા 10વર્ષોથી જંગલ જમીનનો મુદ્દો અટકેલ છે. આજે યારે આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢી ત્યારે બે કલાક સુધી સડક પર વાહનનું આવનજાવન બંધ થઇ ગયો હતો. છેવટે   ટ્રાફિક પોલીસે સ્થળપર આવી મામલો શાંત થયા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો. આ અગાઉપણ વારંવાર આધિવાસીઓ દ્વારા જંગલ જમીનના હક્ક માટે દેખાવો અને આંદોલન કર્યા છે પરંતુ તેઓને તેમના હક્ક મળી શક્યા નથી. ભૂતકાળમાં દાનહમાં કોંગ્રેસના સાંસદે વર્ષો સુધી સત્તા ભાગવી તેમ છતા તેઓ પણ આદિવાસીઓને તેમના હક્ક આપી શક્યા ન હતાં.જ્યારે  એજ સાંસદ પોતે આદિવાસીઓના નેતા તરીકે ઘણી મોટી છાપ આજે પણ ધરાવે છે. હાલમાં છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવેલા ભાજપના સાંસદ પાસે પણ અહીના આદિવાસીઓ  ઘણી આપેક્ષા રાખી રહ્યા છે ત્યારે તેઓ આ આદિવાસીઓને તેમના હક્ક અપાવી શકશે કે કેમ તે જોવાનું રહેશે.
 
બે મહિનામાં લેખિત ઓર્ડર ન મળે તો ઉગ્ર આંદોલન
 
કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓ માટે જંગલ જમીનનો કાયદો લાગુ કરાયો હતો જેના માટે અમે 2006થી લડત ચાલવતા આવેલ છે પરંતુ કેટલાક સાંસદો આવ્યા અને તેઓના રીતે કામગીરી કરી અને અધિકારીઓ પણ બદલાતા રહ્યા છે જેનાથી અમને જે ન્યાય મળવો જોઈએ એમાં વિલંબ થઇ રહ્યો છે હાલમાં અમારા જંગલ જમીનના હક્ક માટેનો સર્વે પર્ણ થઇ ગયેલ ફક્ત કલેકટર દ્વારા ઓર્ડર આપવાના જ બાકી હતા છતાં ફરી એ કામગીરી પાછી કેમ ફોરેસ્ટ વિભાગને કેમ સોંપવામાં આવી આ બાબતે આજે પ્રસાશકને મળ્યા હતા એમણે અમને જે 4000થી વધુ લાભાર્થીઓ છે તેઓને બે મહિનાની અંદર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે પરંતુ જો બે મહિનામાં અમને લેખિતમાં ઓર્ડર ન આપવામાં આવશે તો ફરી ઉગ્ર આંદોલન કરીશું.> લક્ષમણ થોરાટ,આદિવાસી નેતા
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Selavas ribes rallied to forest land
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended