Home »Gujarat »Div-Daman City» Sc Orders Not To Sale Liquor Within 500 Metres Of National And State Highway

ગુજરાતને અડીને આવેલા ટુરિસ્ટ પ્લેસ દીવમાં નહીં મળે વાઈન, જાણો કેમ

Ravi Khakhkhar, Diu | Mar 18, 2017, 11:51 AM IST

દીવ:ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવ દારૂ માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવા માટે દીવ જનારાંનો મોટો વર્ગ છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર દીવ પ્રશાસન દ્વારા લેવાયેલાં પગલાંથી દારૂની શોપ અને રેસ્ટોરંટના માલિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. દીવમાં અંદાજીત 199થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહી છે જેમાંથી 132 બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં આવેલી છે.
 
દારૂ બંધ થવાથી ફરવા જનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે
 
દીવ પ્રશાસનની નોટિસથી દારૂનાં ધંધાર્થીઓમાં ફફડી ઉઠ્યાં છે. દીવ પ્રશાસને સુપ્રીમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ નેશનલ હાઈવે પર અને નેશનલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલ 132 શોપને બંધ કરવા અથવા અન્ય સ્થળ પર ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે. જો દીવમાં દારૂબંધીનો અમલ થશે તો દીવ પ્રવાસન ઉદ્યોગ તરીકે નષ્ટ થઈ જશે, તેવી લાગણી પ્રવાસીઓમાં જોવા મળી છે, જ્યારે દીવ ફરવા જનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે.
 
દીવ પ્રશાસન દ્વારા શોપના માલીકોને 5 દિવસનું અલ્ટીમેટમ

ધંધાર્થીઓ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે, તડ ચેકપોસ્ટથી દીવનો ડિસ્ટ્રીક્ટ રોડ લાગુ પડે છે. જેથી દીવમાં કોઈ નેશનલ હાઈવે લાગુ પડતો નથી. તો આ મુદ્દે શોપ માલીકો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે. દીવ પ્રશાસન દ્વારા આ તમામ શોપના માલીકોને 5 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં દારૂની આ તમામ શોપ બંધ થશે કે નહીં તે જોવાનું રહ્યું. દીવ પ્રશાસનની નોટિસ મળતાની સાથે જ દારૂના ધંધાર્થીઓમાં ઉહાપોહ મચ્યો છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શા માટે રદ કરવાનું લાઈસન્સ અપાયું? શા માટે સુપ્રિમ કોર્ટે આપ્યું ડાયરેક્શન?
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sc orders not to sale liquor within 500 metres of national and state highway
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended