Home »Gujarat »Div-Daman City» Saukat Mithani Wins Daman Corporation Chairman Election

દમણ: પાલિકા પ્રમુખની ચુંટણીનું પરિણામ જાહેર, શૌકત મીઠાણીનો વિજય

Bhaskar News, Daman | Apr 12, 2017, 02:23 AM IST

  • દમણ: પાલિકા પ્રમુખની ચુંટણીનું પરિણામ જાહેર, શૌકત મીઠાણીનો વિજય,  div-daman city news in gujarati
દમણ:દમણ નગર પાલિકા પ્રમુખની ચૂંટણી  નિર્વાચન અધિકારી કિશનકુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદ માટે 2 ફોર્મ ભરાયા હતા. જયંતી પટેલ અને શૌકત મીઠાણીએ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યુ હતું. જેમાં શૌકત મીઠાણીને ભાજપ દ્વારા વ્હીપ આપવામાં આવ્યું હતું. જેથી જયંતી પટેલે ભાજપથી નારાજ થઈ પ્રમુખપદ માટે ફોર્મ ભર્યુ હતું.
 
મંગળવારે સાંજે 5 વાગે ડીએમસી સભાગારમાં ચૂંટણી  સંપન્ન કરાઇ હતી. જેમાં શૌકત મીઠાણીને 11 મત મળ્યા હતા. જે મતમાં (1 )શૌકત મીઠાણી, (2) તમન્ના મીઠાણી,  (3) ચંદ્રગીરી, (4 )અનિલ ટંડેલ, (5 ) લતાબેન ટંડેલ, (6 )સુરેખા બેન હળપતિ, (7)પર્શિસ દમણીયા, (8)મુકેશ પટેલ, (9) લક્ષ્મી માછી,(10 )હીરા ટંડેલ અને (11) મારિયો લોપેશનો સમાવેશ થાય છે.  જ્યારે જયંતી પટેલને 4 વોટ મળ્યા હતા. જેમાં (1) જયંતી પટેલ, (2) સલીમ મેમણ, (3) શૈલેષ પટેલ અને (4) રક્ષા સોમા નો સમાવેશ થાય છેે. જયંતી પટેલ ને 4 મત મળતા શૌકત મીઠાણીને તાજ પહેરાવી દેવામાં આવ્યો હતો.
 
દમણ પાલિકા પ્રમુખપદે વિજય થયેલા શૌકત મીઠાણીએ જણાવ્યું કે, દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં વિકાસ કાર્યોને આગળ વધારી પ્રધાનમંત્રીનું સૌનો સાથ સૌનો વિકાસનું સ્વપ્નું સાકાર કરીશું. જયંતી પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમારી ભાજપ પાર્ટી પાસે પરિષદોનું બહુમત હતું  તેમ છતાં શૌકત ભાઈ મીઠાણી ચૂંટણી લડ્યા હતા. અને ત્રણ વિરોધ પક્ષના સભ્યોનેે ભાજપ વિરૂદ્ધ ચૂંટણી લડાવી હતી. જેનાથી ભાજપને નુકશાન પહોંચાડયું હતું. તેવા જ ઉમેદવારનેે ભાજપે વ્હીપ આપ્યો હતો. જેથી તેના વિરોધ માટે  મે પ્રમુખપદે ફોર્મ ભર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે,મનેે ખબર હતી કે, ફક્ત 4 જ મત મળશે તેમ છતાં  વિરોધ દર્શાવવા માટે આ જંગમાં ઝંપલાવ્યું હતું.  તેમણે વધુમાં કહ્યું કે 6 વર્ષ માટે સસ્પેન્ડની વાતને લઇને કોણ સસ્પેન્ડ થશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saukat Mithani wins Daman Corporation Chairman Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended