Home »Gujarat »Div-Daman City» Prohibition Of Alcohol On Highway Against Protest At Diu

ટુરીઝમ બચાવો: હાઈવે પર દારૂબંધીનાં વિરોધમાં દીવ બંધ

Bhaskar News, Div | Apr 04, 2017, 00:38 AM IST

  • સંસ્થાઓ તેમજ લોકોએ વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદન આપી વિરોધ કર્યો હતો.
દીવ: ઘોઘલાથી તડ ચેકપોસ્ટ સુધીનાં દીવનાં માર્ગને નેશનલ હાઇવેમાં ગણી લેવામાં આવતા 500 મીટરની હદમાં આવતી 100 જેટલી દારૂની દુકાનોનાં લાયસન્સ રદ થતા હોય તેનાં વિરોધમાં સોમવારે દીવ સજ્જડ બંધ રહ્યું હતું અને પ્રજાજનોએ ટુરીઝમ બચાવો તેવા લખાણના બેનર સાથે  જિલ્લા કલેકટરને આવેદન આપી આ નિર્ણયમાં ફેર-વિચારણા કરવા ઉગ્ર માંગ કરી હતી.
 
100 જેટલી દુકાનોનાં લાયસન્સ રદ
 
સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર હાઇવેનાં 500 મીટરનાં દાયરામાં આવતી ઘોઘલા ચેકપોસ્ટથી તડ ચેકપોસ્ટ સુધીની તમામ દારૂની દુકાનો અને દારૂનાં વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવતા અને 100 જેટલી દુકાનોનાં લાયસન્સ રદ થતા હોય તેમજ દીવનાં મેજર ડીસ્ટ્રીક્ટ રોડને નેશનલ હાઇવે માની લેવામાં આવતા તેનાં વિરોધમાં સોમવારે દીવ સજ્જડ બંધ રહ્યું હતું અને પ્રજાજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી આ નિર્ણયમાં ફેર-વિચારણા કરવાની માંગણી કરી હતી.
 
માંગ નહી સ્વિકારે તો ઉગ્ર આંદોલન 
 
રાજકીય પક્ષો, જનપ્રતિનીધીઓ, અગ્રણી નાગરીકો, ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ માલિકો, બાર માલિકો અને લોકોએ એક મંચ પર આવી વિશાળ રેલી યોજી કલેકટર જાનીને આવેદન આપ્યું હતું. સરકાર સામેનાં વિરોધ પ્રદર્શનમાં નાના-મોટા તમામ ધંધાર્થીઓ બંધમાં જોડાયા હતા. અને આ માંગ નહી સ્વિકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ટુરીઝમ, માછીમાર વ્યવસાય જ રોજગારીનો વિકલ્પ...
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: prohibition of alcohol on highway against protest at Diu
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended