Home »Gujarat »Div-Daman City» Only 180 From The Fire NOC At Selvas

સેલવાસ: 3200 ઔદ્યોગિક એકમો પૈકી માત્ર 180 પાસે ફાયરની NOC

Bhaskar News, Selvas | Jan 31, 2017, 00:20 AM IST

  • સેલવાસ: 3200 ઔદ્યોગિક એકમો પૈકી માત્ર 180 પાસે ફાયરની NOC,  div-daman city news in gujarati
સેલવાસ:દાનહ ફાયર વિભાગે સમય સુધીની સેવાના ધજાગરા ઉડાવી રહ્યું હોય એમ જણાઈ આવ્યું છે. ઉદ્યોગ પતિઓ અને બીજા અન્ય લોકો NOC ન મળતા પરેશાન થઇ રહયા હોવાની બુમરાણ ઉઠવા પામી છે એની સાથે મોટા પ્રમાણમાં ગોબાચારી ચાલી રહી હોવાના એંધાણ પણ જણાઈ આવ્યા છે. સંઘ પ્રદેશ દાનહ ખાતે લગભગ 3200 જેટલા નાના મોટા ઉદ્યોગો આવેલા છે એની સાથે બિલ્ડીંગો સોસાયટીઓ હોટેલો તેમજ નાના મોટા ધંધાદારીઓએ ફાયર વિભાગ પાસે NOC લેવી પડતી હોય છે.
 
NOCની ફાઇલ પાસ કરવા મોટાપાયે ખાયકીની શક્યતા,દાનહ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં ધાંધિયા

એક આરટીઆઈ કરતા પાસે મળેલી માહિતી પ્રમાણે દાનહના સેંકડો કંપનીઓમાં હાલ નામી એવી 180 કંપનીઓ પાસે વાર્ષિક ફાયર NOC મેળવેલ છે બાકીની કંપનીઓ અને બીજા અન્ય વેપારીઓ ભગવાન ભરશે કામ ચલાવી રહ્યા છે. દાનહ ખાતે વર્ષે દિવસે અનેક કંપનીઓમાં આગ લાગવાની ઘટના બનતી રહે છે જેમાં મોટા પ્રમાણમાં ગોબાચારી થતી હોવાનું સામે આવ્યું છે આજે સેલવાસ ફાયર સ્ટેશને કેટલાક લોકો એકત્રી થયા હતા જેવોએ જણાવ્યું હતું કે દાનહ ફાયર વિભાગ ફલાણી બ્રાન્ડનો પમ્પ કેમ નથી લગાવ્યો એમ કહી ફાઈલ રોકી દેવાય છે એજ પ્રમાણે મામા માસીના ફાયર ઇક્યુપમેન્ટ લગાવતા લોકોની એજેન્સી નહિ હોયતો NOC લેવી લગભગ મુશ્કેલ બની જાય છે.
 
ન્યાય નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશુ
 
દાનહમાં લગભગ 3200 નાની મોટી કંપનીઓ આવેલ છે આરટીઆઈમાં મને મળેલી માહિતી પ્રમાણે લગભગ 180 જેટલી કંપનીઓને ફાયરની વાર્ષિક NOC અપાઈ છે મારે એક કાર અને બાઈક માટેનું વોટર સર્વિસ સ્ટેશન ચાલુ કરવાનું છે જેના માટે આ વિભાગની NOC લેવાની છે હું કેટલાઓ મહિનાથી ધક્કા ખાવ છું અનેક વાર અધિકારીઓ વિઝીટ કરી ગયા છે મારી ફાઈલમાંથી કેટલાક પેપરો પણ ખોવાયા છે આજે પણ મને એકજ જબાવ મળ્યો છે તમારેત્યાં વિઝીટ કરવાના છે કાર અને બાઈકો પાણીથી ધોવાના છે પેટ્રોલથી નહિ તેમાં છતાં બધા કાગળો જમા કરાવ્યા છે પણ હજુ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી અહીં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અમને ન્યાય નહિ મળેતો ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. - રાજન સોલંકી, વેપારી નરોલી
 
નાની મોટી ત્રુટીઓને કારણે એનઓસીમાં વિલંબ થાય છે
 
દાનહ ખાતે દીવ,દમણ કરતા વધુ કંપનીઓ આવેલી છે ફાયર વિભાગ પાસે દર બે વર્ષે ફાયરને લગતી NOC લેવાની હોય છે કેટલીક કંપનીઓ અરજી કરે છે તેઅોને અમે NOC આપીએછીએ નાની મોટી ત્રુટીઓ હોય તેવા સંજોગોમાં કાર્યમાં વિલંબ થાય છે ચાલુ વર્ષે દરેક કંપનીઓને નોટિસ આપી ફાયર સેફટી NOC મેળવવા જણાવશું. - એ.કે. વાળા, ફાયર અધિકારી દીવ,દમણ દાનહ
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Only 180 from the fire NOC at Selvas
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended