Home »Gujarat »Div-Daman City» NPTEL Place To Program At Daman

મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરતો NPTELનો કાર્યક્રમ યોજાયો

Chetan Mehta, Daman | Apr 11, 2017, 20:48 PM IST

સરીગામ:લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ , લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ અને આઈઆઈટી મદ્રાસ દ્વારા સંયુક્તપણે 7 April 2017, ના રોજ ગુજરાત તથા સંઘ પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીમાં આવેલ એન્જિનિરીંગ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ, શાખાના વડાઓ અને અધ્યાપકો માટે NPTELની  માહિતી આપતો કાર્યક્રમ યોજાયો.
 
NPTEL (National Programme on Technology Enhanced Learning) એ સાત આઈ આઈ ટી ઓ ( આઈ આઈ ટી મુંબઈ, દિલ્હી, મદ્રાસ, ગુવાહાટી, કાનપુર, ખરગપુર અને રૂરકી ) તથા આઈ આઈ એસ સી બૅંગ્લોર ની સંયુક્ત પહેલ છે.NPTELએ MHRD (માનવ સંસાધન વિકાસ મંત્રાલય) દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. ભારતમાં વ્યાવસાયિક ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો ના અસરકારક અમલીકરણ માટે અનુભવી અને સક્ષમ શિક્ષકો ની તાતી જરૂર છે. તેથી યુવાન અને બિનઅનુભવી શિક્ષકોની તાલીમ વ્યવસ્થા ઉભી કરવી અત્યંત આવશ્યક છે. NPTELના થકી આઈઆઈટીના પ્રોફેસરો આ તૈયાર કરેલા વિડિઓ લેક્ચર દરેક શિક્ષક અને વિદ્યાર્થીને ઉપલબ્ધ છે.

ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા દ્વારા શિક્ષણ ક્ષેત્ર અને સરીગામના નાગરિકોના વિકાસમાં સક્રિય ફાળો આપવામાં આવી રહ્યો છે. અને તેમની સુપુત્રી કિંજલ ગજેરા દ્વારા આદિવાસી અને પછાત વિસ્તાર એવા સરીગામના વિદ્યાર્થીઓના  વિકાસના કર્યો માં સહકાર રહ્યો છે.  ટ્રસ્ટના સમાજ કલ્યાણ અને શિક્ષણ ક્ષેત્રના કર્યોને આગળ ધપાવતા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટેના ડાયરેક્ટર ડો બસવરાજ પાટીલ અને તેમની ટીમ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીઓ ના પ્રોફેસર, પ્રિન્સિપાલ અને અધ્યાપકો એ ભાગ લીધો.
 
( તસવીર  - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NPTEL place to Program at Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended