Home »Gujarat »Div-Daman City» MLA Reached Every Houses To Invite For PM Modi Program

PM મોદીની વિઝીટ: લોકોને આમંત્રિત કરવા દાનહ સાંસદ ઘરે ઘરે પહોંચ્યા

Bhaskar News, Selvas | Apr 10, 2017, 01:41 AM IST

  • PM મોદીની વિઝીટ: લોકોને આમંત્રિત કરવા દાનહ સાંસદ ઘરે ઘરે પહોંચ્યા,  div-daman city news in gujarati
સેલવાસ:દાનહમાં 17 એપ્રિલના દિને પીએમ વિઝીટને લઇ સાંસદ લોકોને આમંત્રિત કરવા ઘરે ઘરે પહોચ્યાં હતા. એમપી લાડ સ્કીમમાં 12 જેટલી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે, તેની  જાણકારી રવિવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં સાંસદ નટુભાઈ પટેલે જણાવી હતી. 17 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દાનહની મુલાકાતને લઇ રવિવારે સેલવાસ સાંસદ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. સાંસદ નટુભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન સાથે મારી બે વાર મુલાકાત થઇ છે. જેમાં દાનહના પડતર પ્રશ્ન એવા જંગલની જમીન વિષે વાતચીત કરાઈ હતી.
 
નિયમ મુજબ જંગલ જમીનના 2500 જેટલા કેસનું સમાધાન કરી લાભાર્થીઓને મોદીના હસ્તે જમીનના પટ્ટા અપાશે. 31 હજાર પરિવારોને ઉજવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર ગેસ ચૂલો અને પ્રેશર કુકર મોદીના હસ્તે વિતરણ  કરાશે. ઉપરાંત 110 દિવ્યાંગોને બેટરીવાળા સ્કૂટરો તેમજ 400 કરતા વધુ દિવ્યાંગો માટેની અલગ અલગ કીટ અપાશે. વેલુગામ ખાતે સોલાર પ્લાન્ટનું ઉદઘાટન પાસપોર્ટ ઓફિસ તેમજ પ્રદેશમાં ફ્રી વાઇફાઇનું ઉદઘાટન કરાશે. તેવી જાણકારી સાંસદે આપી હતી. આ પ્રસંગે પ્રભારી રઘુનાથ કુલકર્ણી પ્રદેશ પ્રમુખ હસમુખ ભંડારી પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MLA Reached every houses to Invite for PM Modi Program
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended